આજે વિશ્વ પરિવાર દિવસ, જાણો આ દિવસ ઉજવવાના આરંભ અને મહત્વ વિશેની કેટલીક વાતો
- આજે આતંરરાષ્ટ્રીય પરિવાર દિવસ
- જાણો આજના દિવસ ઉજવવાનો હેતું
‘પરિવાર’ શબ્દ ભલભલા જીવનથી હારી ચૂકેલા નિરાશ થયેલા લોકોની તાકામાં વધારો કરી દે છે,વ્યક્તિ એકલો હોય અને પરિવાર સાથે હોય ત્યારે તેની કેળવણીમાં ઘણો તફાવત આવી જતો હોય છએ કહેવાય છે ને કે વ્.ક્તિના ઘડતરમાં પરિવારનો મહત્વનો ફાળો રહ્યો છે પરિવાર વગરનો વ્યક્તિ ક્યાંકને ક્યાંક અઘુર રહે છએ,ત્યારે આજે વિશઅવભરમાં પરિવાર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે,15 મે ને આતંરરાષ્ટ્રીય પરિવાર દિવસ તરીકે મનાવવામાં આવે છે તો ચાલો જાણીએ આ દિવસ મનાવવાની શરુઆત ક્યારથી થઈ.
પરિવાર દિવસ ક્યાથી મનાવવામાં આવે છે?
વર્ષ 1994 ને યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા દ્વારા આંતરરાષ્ટ્રીય કુટુંબ વર્ષ અથવા વૈશ્વિક કુટુંબ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. વિશ્વભરના લોકોમાં કુટુંબનું મહત્વ સમજાવવા માટે દર વર્ષે 15 મેના રોજ આંતરરાષ્ટ્રીય કુટુંબ દિવસ ઉજવવામાં આવે છે. 1995 થી સતત આ દિવસ વિશઅવભરમાં ખૂબ જ ઉત્સાહ સાથે મનાવાઈ રહ્યો છે.
કુટુંબ માનવ વિશ્વમાં સૌથી નાનું એકમ છે અથવા તો આ સમાજમાં કુટુંબ સૌથી નાનું એકમ છે. તે સામાજિક સંગઠનનું મૂળભૂત એકમ છે જે આપણને સુમેળમાં રહેવાનું અને એકબીજા સાથે સહકારી અને સૌહાર્દપૂર્ણ સંબંધો રાખવાનું શીખવે છે. દરેક મનુષ્ય કોઈ ને કોઈ કુટુંબનો સભ્ય છે અથવા રહ્યો છે.
આજના આ ખાસ દિવસે પરિવારનું મહત્વ સમજાવવા માટે 15મી મેના રોજ વિશ્વભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.આ દિવસ સમજાવે છે કે કોઈપણ સમાજનું કેન્દ્ર પરિવાર છે. તે કુટુંબ છે જે તમામ ઉંમરના લોકોને આરામ આપે છે.પોતાનો થાક અને તણાવ પરિવાર થકી દૂર થાય છે.
પરિવાર જેને ગુજરાતીમાં આપણે કુટુંબ શબ્દથી ઓળખીએ છે.ભારતની સંસ્કૃતિમાં સંયુક્ત પરિવાર મહત્વનું રહ્યું છે,ભારત શીખવાડે છે કે પરિવાર કઈ રીતે એક સાથે રહી શકે છે,ભારતની સંસ્કૃતિ‘વસુધૈવ કુટુમ્બકમ’માં માને છે. કુટુંબની ગેરહાજરીમાં માનવ સમાજની કામગીરીની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. દરેક વ્યક્તિ એક અથવા બીજા પરિવારના સભ્ય છે અથવા છે. એના અસ્તિત્વનો એના સિવાય વિચારી શકાતો નથી.
આંતરરાષ્ટ્રીય કુટુંબ દિવસ” ઉજવવાનો હેતુ પરિવાર સાથે સંબંધિત મુદ્દાઓ પર જાગૃતિ લાવવાનો છે. આ દિવસે લોકો તેમના પરિવાર માટે સ્વસ્થ અને સારી આદતો અપનાવવા, ધૂમ્રપાન વગેરે જેવી હાનિકારક ટેવો છોડી દેવાની પ્રતિજ્ઞા લે છે.પરિવારો બે પ્રકારના હોય છે – એક વિભક્ત કુટુંબ અને બીજું સંયુક્ત કુટુંબ. માતા-પિતા અને બાળકો વિભક્ત કુટુંબમાં રહે છે, જ્યારે સંયુક્ત કુટુંબમાં માતા-પિતા અને બાળકો સાથે દાદા-દાદી અને પરિવારના અન્ય સભ્યો જેવા કે કાકા, કાકી, કાકી વગેરે બધા સાથે રહે છે.જો કે સંયુક્ત કુટુંબ બાળકના ઘડતરને સારુ અને વ્યવહારુ બનાવે છે.