ગરમીમાં બપોરે-રાત્રે જમ્યા પછી આટલી વસ્તુઓ ખાવાની પાડી દો ટેવ, પાચન શક્તિ રહેશે સારી
ઉનાળો આવતાની સાથે જ અનેક લોકોને પેટની પાચનની સમ્સાયા વધી જાય છે, ખાસ કરીને બપોરે અને રાત્રે દમવામાં જો ભારે ખોરાક કે તળેલો ખોરાક લઈએ તો પેટની સમસ્યા વધે છે જેથી પહેલા તો ઉનાળામાં હળવો અને ઠંડો ખોરાક વધુ લો તીખા તળેલા ખોરાક અને ફરસાણને ખઆવાનું ટાળો, આ સાથે જ બપોરે ખઆસ જમ્યા પછી કેટલીક વસ્તુઓ ખાવાની આદત પાડી દો આ એવી વસ્તુઓ છે જે તમારા પેટની એસિટીડીને મટાડવાની સાથએ સાથે પેટને ઠંડક પહોંચાડે છે સાથે જ પાચનની ક્રિયામાં સુધારો પણ કરે છે.
સાકર- ઉનાળઆની બપોરે ખઆસ જમ્યા બાદ સાકરનો એક ટૂકડો ખાવાની આદત રાખો સાકર પાચનની સમસ્યામાં રાહત આપે છે સાથે જ પેટની ગરમીને સોશી લે છે તે પેટમાં ઠંડકનું કામ કરે છે જેથી જમ્યા બાદ સાકર અને તમે ઈચ્છો તો કાચી વરિયાળી તેના સાથે ખાય શકો છો.
છાશ- જો તમે ઉનાળામાં જમ્યા પછી એક ગ્લાસ છાશનું સેવન કરશો તો ખોરાક ખૂબ જ ઝડપથી અને આરામથી પચી જશે. દહીંને પાતળું કરીને છાશ બનાવવામાં આવે છે. તેમાં જીરું, કાળું મીઠું જેવી પાચક વસ્તુઓ ઉમેરવામાં આવે છે, જેના કારણે તે ખોરાકને સરળતાથી પચાવવામાં મદદ કરે છે.
લીંબુ -જો તમે ઉનાળામાં જમ્યા બાદ લીંબુ પાણીનું સેવન કરો છો તો તે તમને ખોરાકને સરળતાથી પચવામાં મદદ કરશે. લીંબુ પાચનક્રિયા સુધારવામાં ખૂબ જ ફાયદાકારક છે. તેમાં કાળું મીઠું અને જીરું નાખીને તેનું સેવન કરો.
વરિયાળીનું પાણી – જો તમે ઉનાળામાં બપોરે કે રાત્રે જમ્યા બાદ પણ પાચન બરાબર રાખવા માંગતા હોવ તો. તેથી ભોજન કર્યા પછી વરિયાળીનું પાણી પીવાની આદત પાડીલો. વરિયાળીના સેવનથી ખાવાનું પચવામાં સરળતા તો રહેશે જ પરંતુ વજન ઘટાડવામાં પણ ઘણા ફાયદા જોવા મળ્યા છે.
જીરાનું પાણી -ભોજન કર્યા પછી જીરાનું પાણી પીવું પણ ફાયદાકારક છે. જીરામાં એવા ઘણા તત્વો હોય છે જે ખોરાકને સરળતાથી પચાવવામાં મદદ કરે છે. એટલા માટે જીરું પાણી પીવું એ એક ઉત્તમ વિકલ્પ હોઈ શકે છે.
ફુદીનાના પાન -જો તમે ફૂદીનાને પીસીને એક ગ્લાસ પાણીમાં એક ચમચી પીસેલું ફુદીનો, કાળું મીઠું, જીરું નાખીને તેનું સેવન કરો તો પાચનમાં સરળતા રહેશે. ઉનાળામાં ફુદીનાનું સેવન કરવાથી પેટ પણ ઠંડુ રહે છે અને પાચન સંબંધી કોઈપણ પ્રકારની સમસ્યા થતી નથી.