ટુ-વ્હીલર ચાલકોને દિલ્હીના આ માર્કેટમાં માત્ર રૂ. 100માં મળે છે હેલ્મેટ
નવી દિલ્હીઃ દેશની આર્થિક રાજધાની દિલ્હીમાં જાહેર માર્ગો ઉપર ટ્રાફિકના નિયમોનુ ઉલ્લાંઘન કરનારા વાહન ચાલકો સામે પોલીસે અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન 3 મહિનામાં 1.70 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. દરમિયાન મોટાભાગના ટુ-વ્હીલર ચાલકો હેલ્મેટ પહેરવાનું ટાળે છે, હેલ્મેટ પહેરવાથી તમે ભારે ચલણ બચાવીની સાથે તમારી સલામતી વધે છે. હેલ્મેટ હંમેશા તમને અકસ્માતથી બચાવે છે. ઘણા શહેરોમાં ટ્રાફિક પોલીસ પણ હેલ્મેટ ન પહેરનારાઓ સામે કડક કાર્યવાહી કરી રહી છે. દિલ્હીના એક માર્કેટમાં માત્ર રૂ. 100માં હેલ્મેટ મળે છે.
હેલ્મેટ માર્કેટ દિલ્હીના ઝંડેવાલન વિસ્તારમાં આવેલું છે. નવી દિલ્હી સ્ટેશનથી તેનું અંતર 5.6 કિમી છે. 100 મીટરના વિસ્તારમાં હેલ્મેટની દુકાનો છે. તમે અહીં જથ્થાબંધ ભાવે હેલ્મેટ ખરીદી શકો છો. અહીં હેલ્મેટની વિશાળ શ્રેણી છે. ડિસમેન કેપ્સ હેલ્મેટથી લઈને ભારે હેલ્મેટ સુધીની છે. અહીંથી જથ્થાબંધ હેલ્મેટ ખરીદવી પડે છે. હેલ્મેટમાં સ્થાનિક અને બ્રાન્ડેડ બંને પ્રકારની વેરાયટી ઉપલબ્ધ છે. આવી સ્થિતિમાં આઈએસઆઈ માર્ક જોઈને જ હેલ્મેટ ખરીદો.
અહીં પહેલીવાર હેલ્મેટની કિંમત સાંભળીને કાન પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે, કારણ કે તેની કિંમત માત્ર 100 રૂપિયાથી શરૂ થાય છે. જેમાં શ્રેષ્ઠ ગુણવત્તાની હેલ્મેટ 1500 રૂપિયામાં ઉપલબ્ધ છે. અન્ય માર્કેટમાં આ હેલ્મેટની કિંમત 2000 રૂપિયા કે તેથી વધુ છે. આ માર્કેટમાં ISI માર્કવાળા ઘણા હેલ્મેટ ઉપલબ્ધ છે. તેમાંથી STUDDS કંપની પાસે હેલ્મેટની સૌથી મોટી રેન્જ છે.