અમરનાથ યાત્રાને લઈને સરકારના નવા નિયમો , આ ઉંમરના લોકો અને સગર્ભા સ્ત્રીઓ માટે યાત્રા કરવા પર લાગ્યો પ્રતિબંધ
- અમરનાથ યાત્રાને લઈને મોટો નિર્ણય
- વધુ ઉમંરના લોકો હવે નહી કરી શકે આ યાત્રા
શ્રીનગરઃ- દેશભરમાં લાખો લોકોની આશ્થાનું પ્રતિક ગણાતા અમરનાથ મંદિરને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છએ, અમરનાથની યાત્રા કરવી મોટા ભાગના શ્રધ્ધાળુંઓની ઈચ્છા હોય છે દરવર્ષે યાત્રીઓની સંખઅયામાં સતત વધારો પણ થયો જાય છે ત્યારે આ સ્થિતિમાં હવે આ વર્ષ દરમિયાન યાત્રાને લઈને એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે મરનાથ યાત્રા માટે નવા નિયમો અનુસરવા પડશે આ અંતર્ગત હવેથી, 13 વર્ષથી ઓછી અથવા 75 વર્ષથી વધુ ઉંમરના કોઈપણ વ્યક્તિને અમરનાથ યાત્રા પર જવા દેવામાં આવશે નહીં આ ઉમંરના લોકોની યાત્રા પર સરકારે પ્રતિબંધ લાદી દીઘો છે
ઉલ્લેખનીય છે કે આ વર્ષની યાત્રા માટે વિતેલા મહિલાની 17 તારીખથી નોંધણીની પ્રક્રિયા શષરુ થી ચૂકી છે. જેની મંજૂરી મેળવવા માટે મોટી સંખ્યામાં લોકોએ દેશભરની નિયુક્ત બેંક શાખાઓમાં સંપર્ક કર્યો છે. દક્ષિણ કાશ્મીરમાં 3,880 મીટર ઉંચી ગુફા મંદિરની 62 દિવસની લાંબી યાત્રા 1 જુલાઈથી શરૂ થવાની છે અને 31 ઓગસ્ટ સુધી ચાલશે.
જો કે હવે અમરનાથ યાત્રાના નવા નિયમો અનુસાર છ સપ્તાહથી વધુની પ્રેગ્નન્સી ધરાવતી કોઈપણ મહિલાને મુસાફરી માટે રજીસ્ટર કરવામાં આવશે નહીં.આ સાથે જ બાળકો અને વૃદ્ધો પણ આ યાત્રા માટે લાયક ગણાશે નહી.
ઉલ્લેખનીય છે કે બરફ વર્ષા તથા ઘણી વખત ભેખળ ઘસી આવવાની ઘટના કે અતિશય ઠંડીની ઘટનાઓ કે પછી બરફ પડવાની ઘટના અનેકો વખત સામે આવતી હોય છે આવી સ્થિતિમાં બાળકો વૃદ્ધો કે સગર્ભાઓને વધુ મુશેક્લી વેઠવી પડે છએ જેને લઈને તેઓના હિત માટે સરકારે આ યાત્રા પર તેઓ માટે પ્રતિબંધ લગાવાનો નિર્ણય જારી કર્યો છે.