- દિલ્હીની હવા બની પ્રજુપષિત
- ઘૂળ ડમરી ઉડવાના કારણે વિઝિબિલિટી ઘટી
દિલ્હીઃ- દેશના કેટલાક વસ્તારોમાં વાવાધોડું અને વરસાજના ઝાપટાઓ જોવા મળી રહ્યા છે કમોસમી વરસાદ ્ને હવામાં ઉડતી ઘૂળની ડમરીઓએ વાતાવરણને વધુ પ્રદુષિત બનાવ્યું છે રાજધાની દિલ્હીની વાત કરવામાં આવે તો વિતેલા દિવસની સવારથી જ ્હીનું વાતાવરણ પ્રદુષિત બન્યું છે.
જાણકારી અનુસાર નદિલ્હીના હવામાનમાં સતત બદલાવ જોવા મળી રહ્યો છે. મંગળવારે રાજધાનીમાં તીવ્ર ધૂળવાળા પવનોને કારણે પ્રદૂષક તત્વ PM 10 ખતરનાક સ્તરે વધી ગયું હતું અને ધૂળના કણોમાં વધારો થતાં ધુમ્મસ જેવી સ્થિતિ સર્જાઈ હતી.
હવામાન વિભાગ એ જણાવ્યું હતું કે 50 કિમી પ્રતિ કલાકની ઝડપે ધૂળનું તોફાન રાષ્ટ્રીય રાજધાનીમાં સવારે 3 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી ત્રાટક્યું હતું, જેના કારણે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ નજીક પાલમ વેધશાળામાં સવારે 10 વાગ્યે વિઝિબિલિટી ઘટી ગઈ હતી. માત્ર 700 મીટર જ રહી હતી. જે સોમવારે સવારે 9 વાગ્યે 4000 મીટરની હતી.
આ સહીત પોલ્યુશન કંટ્રોલ કમિટી ના જણાવ્યા અનુસાર મંગળવારે બપોરે 3 વાગ્યે દિલ્હીમાં એકંદર હવા ગુણવત્તા સૂચકાંક 260 હતો, જે સોમવારે સાંજે 4 વાગ્યે 162 હતો. જહાંગીરપુરીમાં PM 10નું સ્તર 3,826 માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટર હતું અને સર. ઓરોબિંદો માર્ગ 2,565 માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટર હતો. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અનુસાર, 100 માઈક્રોગ્રામ પ્રતિ ઘન મીટરનું PM 10 સ્તર સુરક્ષિત માનવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે સમગ્ર દિલ્હી-એનસીઆરમાં ધૂળના કણો સતત ફેલાઈ રહ્યા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે PM 10 સાંદ્રતા સવારે 4 વાગ્યે 141 માઈક્રોગ્રામ પ્રતિ ક્યુબિક મીટરથી વધીને સવારે 7 વાગ્યે 796 માઈક્રોગ્રામ પ્રતિ ક્યુબિક મીટર થઈ ગઈ છે. જેને લઈને વિઝિબિલીટી ઘટતી જોવા મળી છે ત્યારે આજે સવારથી દિલ્હીમાં વિઝિબિલિટી ઓછી જોવા મળી રહી છે.