એર ઈન્ડિયાની ફ્લાઈટની વધુ એક ઘટના સામે આવી, હવામાં જ વિમાન ઝટકા મારવા લાગ્યું ,યાત્રીઓ ઘાયલ થયા હોવાનો એહવાલ
- એર ઈન્ડિયાની ફ્લાઈટ ઝટકા મારવાની ઘટના
- દિલ્હીથી ઉડાન ભરી હતીફ્લાઈટે
- હવામાં ફ્લાઈટ ઝટકા મારવા લાગી
- આ ઝટકામાં કેટલાક યાત્રીઓ ઘાયલ થયાના એહવાલ
દિલ્હીઃ- દેશમાં અનેક વખત એર ઈન્ડિયા સહીત ઈન્ડીગો જેવી અનેક ફ્લાઈટમાં ખામી સર્જાવાની કે પછી દૂર્ઘટના થવાની ઘટનાઓ સામે આવી રહી છે, અનેક વખત આ પ્રકારની ઘટના બની છે ત્યારે ફરી એક વખત એર ઈન્ડિયાની ફ્લાઈટ હવામાં ઝટકા મારતી હોય તેવી ઘટના પ્રકાશમાં આવી છે,
આ મામલે વઘુ વિગત પ્રમાણે વિતેલા દિવસને મંગળવારે આ ઘટના સર્જાય હતી જે સમાચાર આજે સામે આવી રહ્યા છએ વિગત અનુસાર એર ઈન્ડિયાની ફ્લાઈટ એ દિલ્હીથી -સિડની માટે ઉડાન ભરી હતી.ફ્લાઈટ ટેકઓફ કરતાની સાથે જ તેમાં ઈમરજન્સી સર્જાઈ હતી.
આ ફ્લાઈટ જેવી હવામાં પહોંચી હતી કે તરત હવામાં જ અચાનક ફ્લાઇટ ટર્બ્યુલન્સ થવા લાગી એટલે કે જો હવામાન અચાનક ખરાબ હોય અથવા વાઢોદાની સ્તોથિતિ હોય ત્યારે ફ્લાઈટ ઝટકા મારવા લાગે છે તેવી ઘટના બની હતીય આ ઝટકાના કારણે જેમાં અનેક યાત્રીઓને નાની મોટી ઈજાઓ થઈ હતી અને તેઓ ઘાયલ થયા હતા.
જ્યારે હવામાં આ ઘટના બની ત્યારે વિમાનમાં સવાર દરેક લોકોના હોંશ ઉડી ગયા હતા તમામ લોકો ડરી ગયા હતા પરંતુ સમય સૂચકતાની સાથે જ ક્રૂ મેમ્બરોએ લોકોને સમજાવ્યા. ફ્લાઈટમાં અશાંતિ એટલી તીવ્ર હતી કે ઘણા યાતર્ઈો ઘાયલ થયા હતા. જોકે કોઈને ગંભીર ઈજા થઈ નથી.
જો કે આ ઈજાઓ સામાન્જોય હતી જેથી કરીને કોઈ યાત્રીને દવાખાને લઈ જવાની કે ઈલાજ કરાવાની અનિવાર્યતા સર્જાય નહોતી એક રીતે તમામ યાત્રીઓ સુરક્ષિત હતા માત્ર કોઈને ગરદનમાં તો કોઈને કમરમાં સામાન્ય આચંકાઓ પહોંચ્યા હતા. જે યાત્રીઓને આ સમસ્યા થઈ હતી તેઓને તાત્કાલિત પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. તમામ મુસાફરો સુરક્ષિત હતા.