સંયુક્ત રાષ્ટ્રની ચેતવણી : 2027 સુધીમાં વૈશ્વિક તાપમાનમાં 1.5 ડિગ્રી સેલ્સિયસની વૃદ્ધિ થવાની સંભાવના
નવીદિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્ર અને વિશ્વ હવામાન સંસ્થા દ્વારા હાલમાં જ એક અહેવાલ પ્રકાશિત કરાયો છે. તેમાં ઉપલબ્ધ માહિતી અને રેકોર્ડ અનુસાર આવનારા પાંચ વર્ષોમાં સૈથી વધુ ગરમી પડવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે.
સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આ અહેવાલને એક ચેતવણીરૂપ ગણવામાં આવી રહ્યો છે. સંયુક્ત રાષ્ટ્રના વિશ્વ હવામાન વિભાગે જણાવ્યું છે કે, અલ નીનો અન ગ્રીન હાઉસ ગેસની સંયુક્ત અસરને કારણે તાપમાનમાં વૃદ્ધિ થશે. વિશ્વ હવામાન વિભાગ જણાવે છે કે, વર્ષ 2027 સુધીમાં વૈશ્વિક તાપમાનમાં 1.5 ડિગ્રી સેલ્સિયસની વૃદ્ધિ થવાની સંભાવના છે. જેથી અનુમાન વ્યક્ત કરવામાં આવે છે કે, વર્ષ 2023થી 2027 દરમિયાન સૌથી વધુ ગરમી પડવાની સંભાવના છે, જેની સાથે આવનારા પાંચ વર્ષોમાં સૌથી વધુ ગરમી પડવાનો એક નવો રેકોર્ડ બની શકે છે.
ડબલ્યુ.એમ.ઓ.ના સેક્રેટરી જનરલ પ્રોફેસર પેટેરી તાલાસના કહેવા મુજબ “આ અહેવાલ તો એ અર્થ એ નથી કે જે રીતે પેરીસ કરારમાં દર્શાવેલ છે કે તાપમાન 1.5 સેલ્સીઅસને ચોક્કસ પાર કરી જશે, જે લાંબા ગળાના ગ્લોબન વોર્મિંગ તરફ ધ્યાન દોરે છે પણ આ અહેવાલ જાહેર કરવાનો હેતુ સૌને જાગૃત કરવાનો છે કે, આવતા વર્ષોમાં જો આમજ તાપમાન વધતું રહશે તો નિર્ધારિત સ્તરને પાર કરવાની શક્યતા છે.”
ઉષ્ણતામાનમાં દિવસે ને દિવસે વધારો થતો જાય છે, ઉપરાંત પૃથ્વીના વાતાવરણમાં રહેલું ઓઝોનનું સ્તર જે સૂર્યના હાનિકારક કિરણોને પૃથ્વી સુધી પહોંચતા અટકાવે છે, વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધતા આ સ્તરમાં ગાબડા પડ્યા હોવાની અટકળો છે. જો આમ જ વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધતું રેહશે તો ઓઝોન સ્તર ફાટવાની શક્યતા છે, જેનથી ભયાનક પરિસ્થિતિ સર્જી શકે છે.