ખરીફ ઋતુ માટે ખાતર પર કેન્દ્ર સરકારે રૂ. 1.08 કરોડની સબસિડી ફાળવી
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ખરીફ ઋતુ માટે ખાતર પરની સબસિડી માટે એક લાખ આઠ હજાર કરોડ રૂપિયા ફાળવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કારોબારીની બેઠક બાદ રસાયણ અને ખાતર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું કે, ખાતરના ભાવમાં વધારો કરવામાં આવશે નહીં અને ખેડૂતોને પોષક તત્વો આધારિત ખાતર તે જ કિંમતે મળતા રહેશે.
ખાતર પર સબસિડી આપવા માટે યુરિયા માટે 70 હજાર કરોડ રૂપિયા અને ડીએપી માટે 38 હજાર કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. ભારતીય ખેડૂતોને અન્ય દેશોની સરખામણીમાં ઓછા ભાવમાં ખાતર મળી રહ્યું છે. ગયા વર્ષે વૈશ્વિક સ્તરે ખાતરના ભાવમાં વધારો થયો હોવા છતાં, સરકારે પોષણક્ષમ ભાવે ખાતર પૂરા પાડ્યા હતા.
દેશમાં ખેડૂતોને ખાયર સમયસર મળી રહે તેવી વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત ખેડૂતોને પોતાના પાકનું યોગ્ય વળતર મળી રહે તે માટે ટેકના પાકે વિવિધ પાકની ખરીદી કરવામાં આવે છે.