દિલ્હી : પાકિસ્તાન તેના આતંકવાદને દરેક રીતે સમર્થન કરતા ચીન હવે દરેક દેશ માટે માથાનો દુખાવો બની રહ્યું છે. ચીન પોતાની હરકતો સુધારવાનું નામ નથી લઇ રહ્યું.ત્યારે હવે ફરીવાર ચીનનો આંતકવાદી દેશ પાકિસ્તાન પ્રત્યે પ્રેમ દેખાયો.ભારતની વધતી તાકાતને રોકવા માટે ચીન ફરી વાર અડચણ રૂપ બનાવાનો પ્રયત્ન કરી રહ્યો છે.
ચીન હમેશા ભારત વિરુધી કૃત્ય કરતુ આવ્યું છે અને ભારતનું વધતું પ્રભુત્વ ચીન જોઈ શકતું નથી. ચીન ભારત વિરોધી પ્રવુતિ કરવામાં પાકિસ્તાનને સમર્થન કરે છે.અને પાકિસ્તાનને બરબાદીમાં પણ ચીનનો હાથ છે.જો આ બાબતે વધારે વાત કરવામાં આવે તો ચીને ફરી એકવાર ભારતના આંતરિક મામલામાં હસ્તક્ષેપ કરવાનો પ્રયાસ કર્યો છે. વાત જાણે એમ છે કે, ચીને કહ્યું કે, તે આવતા અઠવાડિયે જમ્મુ-કાશ્મીરમાં યોજાનારી G20 ટુરિઝમ વર્કિંગ ગ્રુપની બેઠકમાં ભાગ લેશે નહીં.
ભારતની અધ્યક્ષતામાં ત્રીજી G20 ટુરિઝમ વર્કિંગ ગ્રૂપની બેઠક 22 થી 24 મે દરમિયાન જમ્મુ અને કાશ્મીરની ઉનાળાની રાજધાની શ્રીનગરમાં યોજાવા જઈ રહી છે. નિયમિત પ્રેસ કોન્ફરન્સમાં ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિનને પૂછવામાં આવ્યું કે, શું ચીન ભારતીય રાજ્ય જમ્મુ અને કાશ્મીરમાં આયોજિત G20 બેઠકોનો બહિષ્કાર કરવા જઈ રહ્યું છે. તેથી તેમણે કહ્યું કે ‘ચીન વિવાદિત પ્રદેશ પર કોઈપણ પ્રકારની G20 બેઠક યોજવાનો સખત વિરોધ કરે છે. અમે આવી બેઠકોમાં હાજરી આપીશું નહીં. યોગાનુયોગ ચીન પાકિસ્તાનનું નજીકનું સાથી છે. જ્યારે પાકિસ્તાન તરફથી સીમાપાર આતંકવાદને પ્રોત્સાહન આપવાના કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો સતત અસહજ રહ્યા છે.
નોંધનીય છે કે, જમ્મુ અને કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશના વિકાસમાં પ્રવાસન ઉદ્યોગે મુખ્ય ભૂમિકા ભજવી છે. જોકે અસ્થિરતાએ પ્રવાસન ઉદ્યોગને અસર કરી છે. જેના કારણે પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. કાશ્મીરના પ્રવાસન ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોનું માનવું છે કે, G20ની બેઠક વિશ્વભરના રોકાણકારો અને પ્રવાસીઓને કાશ્મીર તરફ આકર્ષિત કરી શકે છે.