રાજસ્થાનમાં બનેલી ઘટના બાદ વાયુસેનાના મિગ-21 વિમાનના ઉડાન પર લગાવાી રોક
- મિગ 21 ની ઉડાન પર રોક
- રાજસ્થાનમાં ક્રેશ થવાની ઘટના બાદ લેવાયો નિર્ણય
દિલ્હીઃ- વાયુસેનાના હેલિકોપ્ટર અને વિમાન ક્રેશ થયા હોય તેવી અનેક ધટનાઓ સામે આવી છે આ અગાઉ વાયુસેનાએ હેલિકોપ્ટર પર રોક લગાવી ત્યારે હવે 8 મે ના રોજ રાજસ્થાનમાં મિગ 1 ક્રેશ થવાની ઘટના બાદ હવે વાયપસેનાએ મિગ 21 વિમાનની ઉડાન પર હાલ રોક લગાવી દીધી છે.
એરફોર્સના મિગ-21 એરક્રાફ્ટના વારંવાર થતા અકસ્માતો બાદ સમગ્ર કાફલાની ઉડાન પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જોકે આ પ્રતિબંધ કાયમી નથી. તાજેતરમાં, 8 મેના રોજ, ભારતીય વાયુસેનાનું એક મિગ-21 ફાઇટર એરક્રાફ્ટ નિયમિત શોર્ટી દરમિયાન રાજસ્થાનના હનુમાન ગઢ ખાતે રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં ત્રણ મહિલાઓએ જીવ ગુમાવ્યો હતો.
આ ઘટના બાદ ભારતીય વાયુસેનાએ હવે મિગ 21 એરક્રાફ્ટના સમગ્ર કાફલાને ગ્રાઉન્ડ કરી દીધું છે. વાયુસેનાએ કહ્યું છે કે જ્યાં સુધી હનુમાન ગઢમાં થયેલી દુર્ઘટનાના કારણોની જાણ ન થાય ત્યાં સુધી મિગ વિમાન ઉડાન ભરશે નહીં.આ મામલાની તપાસ બાદ જ આ વિમાનની ઉડાન પરનો પ્રતિબંધ હટાવાશે.
ઉલ્લેખનીય છે કે હાલમાં વાયુસેનામાં મિગ-21ની 3 સ્ક્વોડ્રન છે. દરેક સ્ક્વોડ્રનમાં 16 થી 18 એરક્રાફ્ટ હોય છે. આ મુજબ લગભગ 50 મિગ-21 સેવામાં છે. તેઓ 2025 સુધીમાં નિવૃત્ત થવાના છે. સિંગલ એન્જીન ધરાવતું આ સુપરસોનિક ફાઈટર જેટ છેલ્લા 16 મહિનામાં 7 વખત ક્રેશ થયું છે, જેમાં 5 પાયલોટે જીવ ગુમાવ્યા છે જેને લઈને હાલ આ વિમાનની ઉડાન રોકવામાં આવી છે.