ગૃહમંત્રી શાહે અમદાવાદ ખાતે મોદી સમાજના રાષ્ટ્રીય અધિવેશનનું કર્યું ઉદ્ઘાટન- કહ્યું ‘પ્રથમ વખત કોઈ ગરીબ પરિવારમાંથી આવેલા વ્યક્તિ પીએમ બન્યા’
અમદાવાદઃ- આજરોજ ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં આયોજિત મોદી સમાજના રાષ્ટ્રીય અધિવેશનનં ઉદ્ધાટન કર્યું હતું આ પ્રસંગને સંબોધતા શાહે કહ્યું કે, પીએમ મોદીએ લગભગ 13 કરોડ લોકોને ગેસ સિલિન્ડર, 10 કરોડ લોકોને શૌચાલય, 3 કરોડ લોકોને ઘર, 5 લાખ રૂપિયા 70 કરોડ લોકોને મફત આરોગ્ય સેવાઓ મોકલી. રૂ. 2.5 વર્ષ સુધી 80 કરોડ લોકોને મફતમાં વ્યક્તિ દીઠ 5 કિલો અનાજ આપવાનું કામ કર્યું.
આ સાથે જ કહ્યું કે આટલા ગરીબ ઘરની વ્યક્તિ પહેલીવાર દેશના વડાપ્રધાન બન્યા છે.પ્રથમ વખત કોઈ ગરિબ પરિવારમાંથી નિકળેલા વ્યક્ત પીએમ બન્યા છે. પીએમ મોદીએ લગભગ 13 કરોડ લોકોના ઘરે ગેસ સિલિન્ડર મોકલ્યા છે, 10 કરોડ લોકોના ઘરે શૌચાલય આપ્યા છે.
ગૃહમંત્રીએ કોગંર્સે પર આ દરમિયાન આકરા પ્રહાર કર્યા અને કહ્યું કે કોંગ્રેસે હંમેશા ઓબીસી સમુદાયની ઉપેક્ષા કરી છે. ભાજપ જ તેમના માટે કામ કરી રહ્યું છે. કોંગ્રેસે 56 વર્ષ સુધી દેશ પર શાસન કર્યું પરંતુ તેમનો (ઓબીસી સમુદાય) વિકાસ ન કર્યો, પરંતુ પીએમ મોદીએ છેલ્લા 9 વર્ષમાં તેમના માટે કામ કર્યું. પીએમ ગરીબમાંથી આવે છે. તેથી જ તે ગરીબોની પીડા સમજે છે.
તેમણે પીએમ મોદીની ભરપેટ પ્રસંસાઓ કરી હતી અને વધુમાં જણાવ્યું કે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમના લોકકલ્યાણના કાર્યોના આધારે મોદી દેશના પ્રધાનમંત્રી બન્યા અને હવે પ્રધાનમંત્રી બનીને તેઓ વિશ્વમાં ભારતનું ગૌરવ વધારી રહ્યા છે,આ સાથે જ ઉમેર્યું કે અગાઉની સરકારોએ હંમેશા ઓબીસી સમુદાયને હેરાન અને અપમાનિત કર્યા અને તેમની અવગણના કરી, પ્રધાનમંત્રી મોદીએ ઓબીસી સમુદાયને સન્માન આપવાની નવી પ્રક્રિયા શરૂ કરી અને 9 વર્ષમાં ઓબીસી સમુદાયના કલ્યાણ માટે ઘણા પગલાં લીધા.
આટલું જ નહી ગૃહમંત્રી શાહે પીએમ મોદીને લઈને આગળ કહ્યું કે ઓબીસી કમિશનને બંધારણીય દરજ્જો આપવાનું કામ મોદી સરકારે કર્યું છે અને પહેલીવાર ઓબીસી સમુદાયના 27 મંત્રીઓને કેન્દ્રીય કેબિનેટમાં સામેલ કરવાનું કામ પણ મોદીજીએ કર્યું છેઅગાઉ કેન્દ્રીય વિદ્યાલય, નવોદય વિદ્યાલય અને NEET પરીક્ષામાં ઓબીસી અનામત ન હતી, આમાં ઓબીસી માટે અનામત લાવવાનું કામ મોદી સરકારે કર્યુંગરીબોની વેદનાને સમજીને મોદીજીએ દેશના કરોડો ગરીબોને વિવિધ સુવિધાઓ આપવાનું કામ કર્યું છેમોદીજી ટેક્નૉલૉજીનો ઉપયોગ કરીને ગરીબમાં ગરીબ લોકોને સુવિધા પૂરી પાડી રહ્યા છેપ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સરકારની ઘણી લોક કલ્યાણકારી યોજનાઓને DBT સાથે જોડીને અને તેના લાભો સીધા ગરીબોના બેંક ખાતામાં મોકલીને ભ્રષ્ટાચારનો