પાપુઆ ન્યુ ગિનીના પ્રધાનમંત્રીએ પીએમ મોદીની પ્રસંશા કરી તેઓને ગ્લોબલ સાઉથના નેતા ગણાવ્યા
દિલ્હીઃ- પીએમ નરેન્દ્ર મોદી વિતેલી સાંજે પાપુઆ ન્યુ ગિની પહોચ્યા હતા જ્યા તેઓનું ભવ્ય સ્વાગત કરાયું હતું ત્યારે આજરોજ સોમવારે પણ પીએમ મોદીએ અહીના પ્રધાનમંત્રી જેમ્સ મારાપે સાથે મુલાકાત કરી. આ દરમિયાન બંને નેતાઓએ બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી હતી
આ મુલાકાત દરમિયાન પાપુઆ ન્યુ ગિનીના વડાપ્રધાન જેમ્સ મરાપેએ પીએમ મોદીના પેટભરીને વખાણ કર્યા હતા. તેમણે પીએમ મોદીને ગ્લોબલ સાઉથના નેતા ગણાવ્યા. ઉલ્લેખનીય છે કે પીએમ મોદી વિશ્વના લોકલાડીલા નેતા છે,માત્ર ભારતમાં જ નહી પરંતુ વિશ્વ સ્તરે પીએમ મોદીની પ્રસંશા થી રહી છે.નાના નાના દેશોની પીએમ મોદી પર હવે આશ બંધાઈ છે,આજ રીતે પાપુઆ ન્યુ ગિનીના પીએમ એ પણ પીએમ મોદી પર વિશ્વાસ જતાવ્યો હતો અને કહ્યું કે અમારા જેવા નાના દેશઓની તમે જ આશા છો.
તેમણે પીએમ મોદીને G20 અને G7 જેવા વૈશ્વિક મંચ પર નાના ટાપુ દેશો માટે સક્રિય અવાજ બનવા વિનંતી કરી છે. મરાપેએ ભારતને ત્રીજા ઈન્ડો-પેસિફિક આઈલેન્ડ કોઓપરેશન (FIPIC) સમિટનો મજબૂત અવાજ બનવા અને આ ક્ષેત્રના પડકારોની હિમાયત કરવા માટે આહ્વાન કર્યું.
તેમણે કહ્યું કે હું પેસિફિક ક્ષેત્રના મારા નાના ભાઈ અને બહેન દેશો માટે બોલું છું. આપણી જમીન નાની હોઈ શકે છે અને આપણી સંખ્યા ઓછી હોઈ શકે છે, પરંતુ પેસિફિકમાં આપણો પ્રદેશ અને સ્થાન મોટું છે. વિશ્વ તેનો ઉપયોગ વેપાર, વાણિજ્ય અને અવરજવર માટે કરે છે.
પીએમ જેમ્સ મરાપેએ કહ્યું કે અમે વૈશ્વિક પાવરપ્લેનો શિકાર છીએ, પરંતુ તમે ગ્લોબલ સાઉથના નેતા છો. અમે ગ્લોબલ ફોરમમાં ભારતીય નેતૃત્વની સાથે ઊભા રહીશું. તેમણે કહ્યું કે પેસિફિક ટાપુ દેશો ભારતના વડાપ્રધાનને વૈશ્વિક દક્ષિણના નેતા તરીકે જાણે છે અને અમે વૈશ્વિક મંચ પર ભારતના નેતૃત્વને સમર્થન આપીએ છીએ અને આપીશું.
આ સહીત પાપુઆ ન્યુ ગિનીના પીએમ એ વધુમાં એમ પણ કહ્યું કે કે પેસિફિક ટાપુના દેશો રશિયા-યુક્રેન યુદ્ધની અસર સહન કરી રહ્યા છે કારણ કે તે બળતણ અને વીજળીના ટેરિફની કિંમતમાં વધારો ઝિક્યા રાખે છે. ભૌગોલિક રાજનીતિ અને સત્તા સંઘર્ષના સંદર્ભમાં, નાના રાષ્ટ્રોએ મોટા રાષ્ટ્રો વચ્ચેના સંઘર્ષના પરિણામો ભોગવવા પડે છે. યુદ્ધ આપણા મુદ્દાઓને અસર કરે છે. અમે અમારી નાની અર્થવ્યવસ્થા માટે મોંધી મોંધી આયાત કરીએ છીએ. તેમણે રશિયા-યુક્રેન સંઘર્ષને કારણે તેમના દેશ પર ફુગાવાના દબાણ તરફ પણ પીેમ મોદીનું ખાસ ધ્યાન દોર્યું.
અર્થાત પાપાૃઆ ન્યુ ગિનીના પીએમ એ આ તમામ બાબતો માટે પીએમ મોદી પર આશા જતાવી હતી.તેમના મત પ્રમાણે પીએમ મોદીજ એક આશા છે .વિશઅવ સ્તરે જે રીતે તેમની લોકપ્રિયતા વધી રહી છએ તે રીતે પીએમ મોદી તેઓને આ સંકટમાંથી કાઢી શકે છે.