નવી દિલ્હીઃ ભારતીય સુરક્ષા એજન્સીઓએ આતંકવાદ અને નક્સલવાદ સહિતની રાષ્ટ્ર વિરોધી પ્રવૃતિ અટકાવવા માટે અભિયાન હાથ ધર્યું છે. સુરક્ષા એજન્સીઓએ છત્તીસગઢમાંથી 3 શંકાસ્પદ નક્સલવાદીઓને ઝડપી લઈને તેમની આગવી ઢબે પૂછપરછ કરવામાં આવી રહી છે. એટલું જ નહીં તેમની પાસેથી કેટલીક શંકાસ્પદ વસ્તુઓ મળી આવી હતી. આ શંકાસ્પદ નક્સલવાદીઓ પાસેથી વિસ્ફોટક સમગ્રી મળી આવી હોવાનું જાણવા મળે છે. સુરક્ષા એજન્સીઓએ તેમના સાગરિતો તથા અન્ય નક્સલવાદીઓને ઝડપી લેવા માટે કવાયત આરંભી છે.
છત્તીસગઢ જિલ્લાના કોયાલીબેડા પોલીસ સ્ટેશન હેઠળના ગામ કેશોકોડીના પર્વતીય જંગલમાં નક્સલ પેટ્રોલિંગ/શોધ દરમિયાન, સુરક્ષા દળોને જોઈને, 03 શંકાસ્પદ વ્યક્તિઓ તેમની સાથે રાખેલા પિટ્ટુ (બેગ) લઈને ભાગવા લાગ્યા. સુરક્ષા દળો દ્વારા ઘેરાબંધી કર્યા પછી, 03 શકમંદોને પકડવામાં આવ્યા હતા અને નજીકથી પૂછપરછ કરવામાં આવી હતી. ધરપકડ કરાયેલા નક્સલવાદીઓના કબજામાંથી પાઉચ, ટોર્ચ, છરી, નક્સલવાદી પત્રિકા અને રૂ. 6000/- રોકડ સાથેનો 01 નંગ વોકી-ટોકી સેટ અને પૂછપરછમાં, ચિલપારસ રોડ પરથી આશરે 08 કિલો, ચિલપારસ રોડ પરથી આશરે 08 કિલો. IED, ઈલેક્ટ્રીક વાયર મળી આવ્યા. વિધિવત ધરપકડ બાદ કોયલીબેડા પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જી-20 સમિટના વિવિધ અધિવેશનમાં ભાગ લેવા માટે સભ્ય દેશના આગેવાનો મોટી સંખ્યામાં ભારત આવી રહ્યાં છે. જી-20ની બેઠક જમ્મુ-કાશ્મીરમાં હાલ ચાલી રહી છે, મીટીંગનો પાકિસ્તાનમાં ધમધમતા આતંકવાદીઓ અને તેમની પાલનહાર મનાતી પાકિસ્તાન સરકારે પણ વિરોધ કર્યો હતો. સમગ્ર જમ્મુ-કાશ્મીરમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવ્યો છે.