અમદાવાદઃ દુનિયામાં 22મી મેનો દિન વિશ્વ જૈવિક વિવિધતા દિવસ (International day for Biological diversity) તરીકે ઊજવાતો હોય છે. વિશ્વમાં માનવ સર્જીત વિપરિત સ્થિતિને કારણે અનેક પ્રાણીઓ, પક્ષીઓ તેમજ વનસ્પતિઓની બહુમૂલ્ય જાતો નષ્ટ થવાને આરે છે. ગુજરાતમાં 16થી વધુ વૃક્ષો, વેલાઓ, વનસ્પતિઓની પ્રજાતિ ખતરામાં છે, જ્યારે 8થી વધુ પ્રાણી, પક્ષીઓ અને દરિયાઈ જીવો ખતરામાં છે. પર્યાવરણ અને નષ્ટ થતી જીવ સૃષ્ટિને બચાવવા માટે આંકરા નિયંત્રણો લાદવાનો સમય પાકી ગયો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત સહિત દેશમાં કેટલીય જીવસૃષ્ટિની પ્રજાતિ લુપ્ત થઈ રહી છે. ગુજરાતમાંથી 24થી વધારે જીવસૃષ્ટિની પ્રજાતિ લુપ્ત થવાના આરે છે. સમગ્ર દેશમાં 420થી વધુ વૃક્ષ, છોડ, વેલા, વનસ્પતિઓ લુપ્ત થવાના આરે છે. સમગ્ર દેશમાં 73થી વધુ પ્રાણીઓ, પક્ષીઓ અને જળસૃષ્ટિના જીવો લુપ્ત થવાના આરે છે. શું આવનારી પેઢી ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ, ખડમોર જેવા પક્ષીઓ જોઈ શકશે? શું ઊડતી ખિસકોલી, મળતાવડી ટીટોડી આવનારી પેઢીને જોવા મળશે? સફેદ ખાખરો, સિમુલ, દૂધ કુડી, કુકર, દુદલા જેવા વૃક્ષો અને મીઠો ગૂગળ, કાયારીવેલ, પલાસ વેલ, માર્ચ પાંડો જેવી વનસ્પતિઓ ગુજરાતમાં જોવા મળશે ખરી?
આ સંદર્ભે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ જણાવ્યું હતું કે, પ્રકૃતિની સુરક્ષા કરવી આપણા સહુની ફરજ છે. નેશનલ બાયોડાઈવર્સિટી બોર્ડના રિપોર્ટ મુજબ દેશમાં 420થી વધુ વૃક્ષો, છોડ, વેલાઓ, વનસ્પતિઓ ખતરામાં છે. તેમજ દેશમાં 73થી વધુ પ્રાણી, પક્ષીઓ, દરિયાઈ જીવો વિલુપ્ત થવાના આરે છે. ગુજરાત રાજ્યનું પોતાનું ગુજરાત બાયોડાઈવર્સિટી બોર્ડ મુજબ ગુજરાતમાં 16થી વધુ વૃક્ષો, વેલાઓ, વનસ્પતિઓની પ્રજાતિ ખતરામાં છે, જ્યારે 8થી વધુ પ્રાણી, પક્ષીઓ અને દરિયાઈ જીવો ખતરામાં છે. ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ ગત વર્ષ માત્ર ચાર દેખાયા હતા અને આ વર્ષે તો કદાચ એક પણ દેખાશે નહીં. આપણી આવનારી પેઢી માટે ખડમોર અને મળતાવડી ટીટોડી જેવા પક્ષીઓ શું નામ શેષ થઈ જશે? જટાયુની વાત આપણે રામાયણમાં સાંભળી હતી, પણ શું એ ગીધ પરિવાર ગુજરાતમાંથી નામ શેષ થઈ જશે? શું આવનારા સમયમાં પલાશ વેલ, મીઠો ગૂગળ જોવા નહીં મળે? શું સફેદ ખાખરો, દૂદલા, કુકર, દૂધ કૂડી જેવા વૃક્ષો નામ શેષ થઈ જશે? એક નાગરિક તરીકે સહુએ સવાલ ઉપાડવો જોઈએ કે જીવસૃષ્ટિના જતન માટે આપળે શું કરી રહ્યા છીએ? સરકાર આ જીવસૃષ્ટિને બચાવવામાં ઉદાસીન કેમ? જીવ સૃષ્ટિ બચશે તો આપણે બચશું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સરકાર દ્વારા ભૂતકાળની કોંગ્રેસ સરકારની જેમ પ્રોજેક્ટ ટાઇગર અને વન સંરક્ષણના કાયદા લાવ્યા અને જીવસૃષ્ટિ બચાવવા માટે ભરપૂર પ્રયાસો કરવા જોઈએ. પર્યાવરણ બચાવવાની દિશામાં અલગથી વિશેષ બજેટ ફળવાય તેની તકેદારી લેવી જોઈએ. ગુજરાતમાંથી પાણીઓ-પક્ષીઓ અને વનસ્પતિઓની જે જાતિ લૂપ્ત થઈ રહી છે. જેમાં ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ પક્ષી,,ખડમોર પક્ષી,,મળતાવડી ટીટોડી પક્ષી, ખેરો (ઇજિપ્તીયન ગીધ) પક્ષી, ઇન્ડિયન વલચર (ગીધ) પક્ષી સુડિયો પક્ષી, કાળી ડોક પક્ષી,,જળ બિલાડી,,ઊડતી ખિસકોલી, બાર્કિંગ ડિયર કાકર,,સીમુલ વૃક્ષ, ઉરો વૃક્ષ, સફેદ ખાખરો વૃક્ષ,,દૂધ કૂડી વૃક્ષ, કુકર વૃક્ષ, મીઠો ગૂગળ, કાયારી વેલ,પલાશ વેલ, માર્ચ પાંડો વનસ્પતિ, કાચિંડા ગરોળી ની એક પ્રજાતિ ચાચી, વ્હાઈટ રમ્પડ વલચર ગીધ, હોક્સ બિલ તર્ટલ કાચબો વગેરેનો સમાવેશ થાય છે.