બ્લડપ્રેશર, ડિહાઈડ્રેશન અને વેઈટલોસ કરવામાં મદદરુપ છે લીચી, ગરમીમાં તેનું સેવન ખૂબ જ ગુણકારી
- બ્લડ પ્રેશનને નિયંત્રિત કરે છે લીચી
- વેઈટલોસ કરવામાં પણ મદદરુપ
હાલ ઉનાળો ચાલી રહ્યો છે ભરગરમીમાં લોકો ત્રાહિત્રામ પોકારી ઉઠ્યા છે આવી સ્થિતિમાં આપણે આપણી હેલ્થ પર ધ્યાન આપવું જરુરી બને છે,આખા દિવસ દરમિયાન આપણાને એનર્જી મળી રહે તેવો ખોરાક ખાવો જોઈએ, આજે આવા જ એક ફળ લીચી વિશે વાત કરીશું જે શરીરને ડિહાઈડ્રેડ રાખવાની સાથે સાથે ઘણી રીતે ઉપયોગી સાબિત થાય છે.તો ચાલો જાણીએ લીચીના સેવનથી થતા આ ફાયદાઓ વિશે,
લીચી એક રસદાર ફળ છે ખાસ કરીને સ્ત્રી રોગોમાં લીચી ખૂબ જ સારી ભૂમિકા ભજવે છે,સ્ત્રીઓને પડતો સફેદ સ્ત્રાવ લીચી ખાવાથઈ ઓછો થાય છે,સફેદ પાણીથી સ્ત્રીઓમાં નબળાઈ આવી જાય છે તેને અટકાવવા માંગતા હોય તો દરરોજ લીચીનું સેવન કરવું જોઈએ તમે ઈચ્છો તો લીચીનો રસ કાઢીને પણ પી શકો છો.
આ સાથે જ લીચીમાં વિટામિન C, ફોલેટ, નિયાસિન, રિબોફ્લેવિન, બીટા કેરોટીન અને ફોલેટ જેવા મહત્વના પોષક તત્વો મળી આવે છે જે આપણા શરીરને ભર ઉનાળાની ગરમીમાં પણ ઠંડક આપવાનું કાર્ય કરે છે.
આ સહીત લીલી ફાઈબરથી ભરપૂર ફળ છે. જો તમે તેનું સેવન કરો છો તો તે લાંબા સમય સુધી તમારું પેટ ભરેલું રહે છે. આ વજન ઘટાડવામાં ઘણી મદદ કરે છે. એટલા માટે તમે તેનું સેવન કરી શકો છો.જે લોકો હેવી વેઈટથી પરેશાન છે તેમણે ખોરાકમાં લીચીને કાયમી સમાવી લેવી જોઈએ જેથી વજન પર નિયંત્રણ લાવવામાં મોટી મદદ મળી રહે
લીચી એક એવું ફળ છે જેમાં પોટેશિયમ પણ ભરપૂર માત્રામાં હોય છે. તેના ઉપયોગથી હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરી શકાય છે. એટલા માટે જે લોકોને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોય તેઓ લીચીનું સેવન કરી શકે છે.આ રોગથી પિડીત લોકોએ દરરોજ નાસ્તામાં 3 થી 4 લીચી ખાવી જોઈએ.
ઉનાળાની ગરમીમાં ખાસ અપચા કે પેટને લગતી સમસ્યાઓ વધી જાય છે આવી સ્થિતિમાં લીચીનું સેવન તમારી પાચન ક્રિયાનેપણ મજબૂત કરે છે,સારી પાચનક્રિયા માટે લીચી એક ઉત્તમ વિકલ્પ છે. તેમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે.