1. Home
  2. ગુજરાતી
  3. સ્પેશિયલ પ્રોટેક્શન ફોર્સ માટે નવો નિયમ લાગૂ- ADGના હાથમાં પીએમની સુરક્ષાની કમાન સોંપાઈ
સ્પેશિયલ પ્રોટેક્શન ફોર્સ માટે નવો નિયમ લાગૂ-   ADGના હાથમાં પીએમની સુરક્ષાની કમાન  સોંપાઈ

સ્પેશિયલ પ્રોટેક્શન ફોર્સ માટે નવો નિયમ લાગૂ- ADGના હાથમાં પીએમની સુરક્ષાની કમાન સોંપાઈ

0
Social Share
  • પીએમની સુરક્ષાનું કામ હવે વધારાના ડિરેક્ટર જનરલ દ્રારા સંભાળાશે
  • જુનિયર અધિકારીઓને 6 વર્ષ માટે પ્રારંભિક ગાળા માટે નિયૂક્ત કરાશે

દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રીની સુપક્ષા ખૂબ જ ચૂસ્ત હોય છે જ્યારે પણ પીએમનો કાફલો ક્યાયથી પણ પસાર થતો હોય છએ ત્યારે તેમની સાથએ તેમના ગાર્ડ આજૂ બાજબ ચારે તરફ હાજર હોય છે આ સુરક્ષા અત્યાર સુધી  SPG એટલે કે સ્પેશિયલ પ્રોટેક્શન ફોર્સ દ્રારા સંભઆળવામાં આવતી હતી ત્યારે હવે નવા નિયમો લાગૂ કરાયા છે જે પ્રમાણે વડા પ્રધાનની સુરક્ષાનું કામ હવે ભારતીય પોલીસ સેવાના વધારાના ડિરેક્ટર જનરલ એટલે કે ADG સ્તરના અધિકારી દ્વારા કમાન્ડ કરવામાં આવશે.

આ સાથે જ હવે  જુનિયર અધિકારીઓને છ વર્ષના પ્રારંભિક સમયગાળા માટે પ્રતિનિયુક્તિ પર નિયુક્ત કરવામાં આવશે.આ નવા બાબત વિતેલા દિવસને ગુરુવારના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા સ્પેશિયલ પ્રોટેક્શન ફોર્સ એક્ટ, 1988 (1988નું 34) હેઠળ ગેઝેટ નોટિફિકેશન દ્વારા બહાર પાડવામાં આવેલા નિયમોના નવા સેટ દ્વારા નક્કી કરવામાં આવ્યા હતા.

એટલે કે  SPGના સામાન્ય અધિક્ષકતા, દિશા, આદેશ અને નિયંત્રણ, દેખરેખ, તાલીમ, શિસ્ત અને વહીવટ માટે જવાબદાર રહેશે. એસપીજીના ડિરેક્ટર કાર્યકારી વડા હશે અને કેન્દ્ર સરકાર દ્વારા સોંપવામાં આવેલા આવા અન્ય કાર્યો, આદેશો અને નિર્દેશો ઉપરાંત એક્ટમાં સોંપવામાં આવેલી ફરજોના અમલ માટે જવાબદાર રહેશે.

અ સહીત અખિલ ભારતીય સેવાઓના અધિકારીઓને કેન્દ્ર સરકારમાં અનુરૂપ રેન્કના અધિકારીઓને લાગુ પડે તેવા જ નિયમો અનેઅધિનિયમમાં સમાવિષ્ટ જોગવાઈઓના સંદર્ભમાં એસપીજીના નિયામક અથવા સભ્યને સહાય પૂરી પાડવાની રીત કેન્દ્ર સરકાર દ્વારા સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર દ્વારા નિર્દિષ્ટ કરવામાં આવશે.આ સહીત કેટલીક  શરતો પર કેન્દ્ર સરકારના ડેપ્યુટેશન પર એસપીજીમાં નિયુક્ત કરવામાં આવશે.

આ સાથે જ પહેલાની જેમ SPGનું મુખ્યાલય નવી દિલ્હીમાં હશે. નિર્દેશકની નિમણૂક કેન્દ્ર સરકાર દ્વારા ભારતીય પોલીસ સેવાના અધિક પોલીસ મહાનિર્દેશકના સ્તરે કરવામાં આવશે.ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ, એસપીજીનું મુખ્ય મથક નવી દિલ્હીમાં પહેલાની જેમ જ હશે અને ડિરેક્ટરની નિમણૂક કેન્દ્ર સરકાર દ્વારા ભારતીય પોલીસ સેવાના અધિક પોલીસ મહાનિર્દેશકના સ્તરે કરવામાં આવશે. જો કે, અત્યાર સુધી એસપીજીનું નેતૃત્વ મહાનિરીક્ષક રેન્કના અધિકારી દ્વારા કરવામાં આવતું હતું .

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code