- કર્ણાચકમાં કેબિનેટ વિસ્તરણ
- 24 મંત્રીઓ આજે લેશે શપથ
બેગલૂરૂઃ- કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની ભવ્ય જીત બાદ આજે અહી મંત્રીઓનો શપથ સમારોહ યોજાવાનો છે , કર્ણાટકમાં સરકાર રચ્યાના એક સપ્તાહ બાદ કોંગ્રેસે વિતેલા દિવસના રોજ 24 ધારાસભ્યોની યાદી બહાર પાડી છે જેઓ આજે મંત્રી તરીકે શપથ લેશે.
જાણકારી પ્રમાણે કર્ણાટકમાં આજરોજ શનિવારે બપોરે કેબિનેટનું વિસ્તરણ થશે અને મંત્રીઓને શપથ ગ્રહણ કરવામાં આવશે. કર્ણાટક સરકારમાં 34 મંત્રીઓ હોઈ શકે છે. મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયા અને નાયબ મુખ્ય મંત્રી ડીકે શિવકુમાર સહિત 10 મંત્રીઓ એ 20 મેના રોજ શપથ લીધા હતા, જ્યારે 24 અન્ય ધારાસભ્યોને શનિવારે કેબિનેટમાં સામેલ કરવામાં આવશે.
કયા કયા મંત્રીઓ લેશએ આજે શપથ જાણો
આ સહીતની માહિતી મુજબ વરિષ્ઠ ધારાસભ્યો એચ કે પાટીલ, કૃષ્ણા બાયરેગૌડા, એન ચેલુવરાયસ્વામી, કે વેંકટેશ, ડૉક્ટર એચસી મહાદેવપ્પા, પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ ઈશ્વર ખંડ્રે અને પૂર્વ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ દિનેશ ગુંડુ રાવ એવા ધારાસભ્યોમાં સામેલ છે જે શનિવારે મંત્રી પદ લેશે.
બીજી તરફ કે કેએન રાજન્ના, શરણબસપ્પા દર્શનપુર, શિવાનંદ પાટીલ, રામાપ્પા બલપ્પા તિમ્માપુર, એસએસ મલ્લિકાર્જુન, શિવરાજ સંગાપ્પા તંગદગી, ડો. શરણ પ્રકાશ રુદ્રપ્પા પાટીલ, મંકલ વૈદ્ય, લક્ષ્મી હેબ્બલકર, રહીમ ખાન, ડી સુધાકર, સંતોષ લાડ, સુરેશ લાડ, બીએસએસ. , ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન એસ બંગરપ્પાના પુત્ર મધુ બંગરપ્પા, ડૉ એમસી સુધાકર અને બી નાગેન્દ્ર પણ મંત્રી તરીકે શપથ લેશે.
જાણકારી પ્રમાણે કેબિનેટ વિસ્તરણમાં ચાર કે પાંચ મંત્રી પદ ખાલી રહી શકે છે. બાકીની તમામ જગ્યાઓ ભરવાની તૈયારી ચાલી રહી છે. બીજી તરફ કેબિનેટના વિસ્તરણ પહેલા જ નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમાર દિલ્હી પહોંચી ચૂક્યા છે. તે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને મળ્યા હતા.