1. Home
  2. ગુજરાતી
  3. વિદેશમંત્રી જયશંકર આજથી દક્ષિણ આફ્રીકા અને નામ્બિયાની મુલાકાતે -કેપ્ટાઉનમાં બ્રિક્સ સમિટમાં ભાગ લેશે
વિદેશમંત્રી જયશંકર આજથી દક્ષિણ આફ્રીકા અને નામ્બિયાની મુલાકાતે -કેપ્ટાઉનમાં બ્રિક્સ સમિટમાં ભાગ લેશે

વિદેશમંત્રી જયશંકર આજથી દક્ષિણ આફ્રીકા અને નામ્બિયાની મુલાકાતે -કેપ્ટાઉનમાં બ્રિક્સ સમિટમાં ભાગ લેશે

0
Social Share
  • વિદેશમંત્રી જયશંકર આજથી દક્ષિણ આફ્રીકાની મુલાકાત
  • કેપ્ટાઉનમાં બ્રિક્સ સમિટમાં ભાગ લેશે

દિલ્હીઃ- વિદેશમંત્રી એસ જયશંકર સતત વિદેશની યાત્રામાં વ્યસ્ત છે ત્યારે હવે વિદેશ મંત્રી એસ. જયશંકર કેપટાઉનમાં બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે આજરોજ  ગુરુવારથી દક્ષિણ આફ્રિકાની ત્રણ દિવસની મુલાકાતે રવાના થવાના છે.

આ સહીત મંત્રી એસ જયશંકર મંત્રી 4 થી 6 જૂન દરમિયાન નામિબિયાની મુલાકાત લેતા જોવા મળશે, ભારતના કોઈપણ વિદેશ મંત્રીની નામિબિયાની આ પ્રથમ મુલાકાત હશે. “વિદેશ મંત્રી કેપટાઉનમાં બ્રિક્સ વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા માટે 1 થી 3 જૂન દરમિયાન દક્ષિણ આફ્રિકાની મુલાકાત લેશે.

વિદેશમંત્રાલયે જારી કરેલા નિવેદન પ્રમાણે  વિદેશ મંત્રી કેપ ટાઉનમાં BRICS (બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા) વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા માટે 1 જૂનથી 3 જૂન સુધી દક્ષિણ આફ્રિકાની મુલાકાતે રહેશે, આ દરમિયાન જયશંકર દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાને સાથે પણ મુલાકાત કરવાના છે આ ઉપરાંત અહીં તેમનો બ્રિક્સ વિદેશ મંત્રીઓ સાથે દ્વિપક્ષીય વાટાઘાટોનો કાર્યક્રમ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code