દેશમાં આગામી 2 દિવસમાં ચોમાસું આપશે દસ્તક -હવામાન વિભાગે આ રાજ્યો માટે એલર્ટ જારી કર્યું
- આગામી 48 કલાકમાં દેશમાં ચોમાસુ આપશે દસ્તક
- હવામાન વિભાગે કેટલાક રાજ્યો માટે આપ્યું એલર્ટ
દિલ્હીઃ- દેશના કેટલાક રાજ્યોમાં ગરમીની વચ્ચે વરસાદના છૂટાછવાયા ઝાપટા પડી રહ્યા છએ તો કેટલાક સ્થળોે ઠંડા પવન ફૂંકાવાની સાથે વરસાદ પડી રહ્યો છે ત્યારે આવી સ્થિતિમાં હવે ઉનાળો કેટલાક રાજ્યમાંથી વિદાય લેવાની તૈયારી કરી રહ્યો છે અને આગામી 48 કલાક એટલે કે 2 દિવસમાં ચોમાસુ દેશમાં દસ્તક આપી શકે છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ટૂંક સમયમાં દેશમાં દસ્તક આપે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. ઈન્ડિયા મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટએ આપેલી જાણકારી પ્રમાણે, ચોમાસું બંગાળની ખાડી અને પૂર્વ મધ્ય બંગાળની ખાડી પર ઝડપથી આગળ વધતું જોવા મળી રહ્યું છે.ભારતીય હવામાન વિભાગરા કરવામાં આવેલી આગાહી મુજબ, ચોમાસું ભારતમાં 4 જૂને ભારતમાં દસ્તક આપશે.
આગામી 48 કલાક દરમિયાન દક્ષિણ અરબી સમુદ્ર, માલદીવ અને કોમોરિન વિસ્તાર, દક્ષિણ બંગાળની ખાડી, પૂર્વ મધ્ય બંગાળની ખાડી અને ઉત્તરપૂર્વીય બંગાળની ખાડીમાં દક્ષિણપશ્ચિમ ચોમાસું આગળ વધવા માટે સ્થિતિ અનુકૂળ છે, આ સાથે જ 5 જૂનની આસપાસ દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં ચક્રવાતી પરિભ્રમણ થવાની સંભાવના છે. જેના કારણે આગામી 48 કલાક દરમિયાન તે જ પ્રદેશમાં નીચા દબાણનો વિસ્તાર સર્જાય તેવી શક્યતા છે.
જો કે દેશમાં પાક્કુ ચોમાસું જૂનથી સપ્ટેમ્બર સુધી ચાલે છે. આ વર્ષે સરેરાશના 96 ટકા વરસાદ થવાની શક્યતાઓ સેવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે જૂન મહિનાની શરુઆતથી જ પવન સાથે કેટલાક રાજ્યોમાં વરસાદનું આગમન થયું હતું.
જૂન મહિનો શરૂ થયો તેને પણ 2 દિવસ વિતી ગયા છએ ત્યારે આ બાબતને ધ્યાનમાં રાખીને આઈએમડી દક્ષિણપશ્ચિમ ચોમાસાને લઈને વારંવાર અપડેટ આપી રહ્યું છે, સાથે નાગરિકોને પણ સજાગ કરાઈ રહ્યા છે.
હવામાન વિભાગે મોનસૂન ટ્રેકિંગ વિશે જણાવતા કહ્યું છે કે SW ચોમાસું દક્ષિણ અરબી સમુદ્રના કેટલાક ભાગો, માલદીવ્સ અને કોમોરિન વિસ્તાર અને દક્ષિણ બંગાળની ખાડી અને પૂર્વ મધ્ય બંગાળની ખાડીના કેટલાક વધુ ભાગોમાં આગળ વધ્યું છે.આગામી 48 કલાકમાં મોનલસુન દસ્તક આપી શકે છે.