zara hatke zara bachke :વિકી કૌશલ અને સારા અલી ખાનની ફિલ્મે પહેલા દિવસે આટલા કરોડની કરી કમાણી
- 40 કરોડો રૂપિયાના બજેટમાં બનેલી ‘ઝરા હટકે જરા બચકે’
- વિકી અને સારાની ફિલ્મે આટલા કરોડની કરી કમાણી
મુંબઈ : વિકી કૌશલ અને સારા અલી ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘જરા હટકે જરા બચકે’ મોટા પડદા પર આવી ગઈ છે. બંને કલાકારોના ચાહકો લાંબા સમયથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યા હતા. ફિલ્મ સમીક્ષકોએ ‘જરા હટકે જરા બચકે’ને મિશ્ર પ્રતિક્રિયા આપી છે. આ દરમિયાન વિકી કૌશલ અને સારા અલી ખાનની ફિલ્મનું પ્રથમ દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન સામે આવ્યું છે. ફિલ્મ ‘જરા હટકે જરા બચકે’નું કુલ બજેટ 40 કરોડ રૂપિયા છે.
40 કરોડની આ ફિલ્મે પહેલા દિવસે સારી શરૂઆત કરી છે. ફિલ્મ ‘જરા હટકે જરા બચકે’ એ પહેલા દિવસે 4.50 થી 5.50 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. તે જ સમયે, ફિલ્મ વીકેન્ડમાં સારી કમાણી કરશે તેવી આશા છે. તાજેતરમાં જ ‘જરા હટકે જરા બચકે’નું ટ્રેલર રિલીઝ થયું હતું, જેને દર્શકોએ પસંદ કર્યું હતું.
ફિલ્મ ‘જરા હટકે જરા બચકે’માં વિકી કૌશલ અને સારા અલી ખાન સાથે ઈનામુલહક, નીરજ સૂદ, રાકેશ બેદી, શારીબ હાશ્મી, સુષ્મિતા મુખર્જી સહાયક ભૂમિકામાં જોવા મળે છે. આ ફિલ્મનું નિર્દેશન લક્ષ્મણ ઉતેકર દ્વારા કરવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે આ પહેલીવાર છે જ્યારે વિકી કૌશલ અને સારા અલી ખાન એક સાથે ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. અગાઉ આ પહેલા તેઓ કોઈ ફિલ્મમાં સાથે જોવા મળ્યા ન હતા. આવી સ્થિતિમાં ચાહકો ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે.