અમદાવાદઃ ગજરાતમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં 21 દિવસના ઉનાળું વેકેશન બાદ આવતીકાલ તા. 5મી જુનથી શાળાઓમાં શિક્ષણ કાર્યનો પ્રારંભ થશે. વિદ્યાર્થીઓ પણ વેકેશનની મોજ માણ્યા બાદ સોમવારથી શિક્ષણ કાર્યમાં પરોવાશે. પરિણામ આવ્યા બાદ મોટાભાગના વિદ્યાર્થીઓએ શાળાના પુસ્તકો, નોટ્સબુક્સ, અને વિવિધ સ્ટેશનરીઓની ખરીદી કરી દીધી છે. સોમવારથી શાળા કેમ્પસ વિદ્યાર્થીઓના કોલાહલથી ગુંજી ઊઠશે.
રાજયભરની પ્રાથમિક-માધ્યમિક શાળાઓમાં 21 દિવસનું ઉનાળુ વેકેશન પૂર્ણ થતા હવે આગામી તા.5ને સોમવારથી રાજયની 60 હજાર શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતા જ ધમધમતી ઊઠશે
રાજયની પ્રાથમિક-માધ્યમિક શાળાઓમાં ગત તા.1મે થી આ ઉનાળુ વેકેશનનો પ્રારંભ થયો હતો. હવે આજે તા.4 મેના આ વેકેશનની મજા વિધીવત રીતે પૂર્ણ થઈ હતી.અને આવતીકાલથી શાળાએ જવાની તૈયારીઓ શરૂ કરશે. વિદ્યાથીઓ પાસ થતાં આગળના વર્ગમાં અભ્યાક કરશે.એટલે વર્ગ શિક્ષકો પણ બદલાશે. વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા નવા ધોરણના પાઠય પુસ્તકો, નોટબુકો અને ગણવેશની ખરીદી પણ લગભગ પૂર્ણ કરી દેવામાં આવી છે. ઉનાળુ વેકેશન દરમિયાન વિદ્યાર્થીએ યાત્રાધામો દેવદર્શન અને રમણીય સ્થળોના પ્રવાસની પરિવાર સાથે મજા લીધી હતી. હવે આવતી કાલે સોમવાર તા.5થી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ રહ્યો હોય વિદ્યાર્થીએ નવા સત્રના પ્રથમ દિવસે તેમના સહઅધ્યાયીઓ અને ગુરૂજનો સાથે વેકેશન દરમિયાન કરેલી પ્રવૃતિઓ વાગોળશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12ના પરિણામો જાહેર થયા બાદ હાલ કોલેજોમાં ઓનલાઈન પ્રવેશની કામગીરી ચાલી રહી છે. યુનિ.ના ભવનો અને યુનિ. સંલગ્ન કોલેજોમાં આગામી તા.15 જુનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે.