પર્યાવરણની જાણવણી દરેક વ્યક્તિની ફરજ- પર્યાવરણ દિવસ નિમિતે લેવા જોઈએ આ સંકલ્પ। સવારે
દર વર્ષે 5 જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાય છે. જેનો હેતુ લોકોને પર્યાવરણની સુરક્ષા પ્રત્યે જાગૃત અને સચેત કરવાનો છે. પ્રકૃતિ વગર માનવ જીવન શક્ય નથી. તેથી એ જ્રરુરી છે કે, વૃક્ષો, છોડ, જંગલો, નદીઓ, તળાવો, જમીન, પર્વતોની યોગ્ય માવજત કેટલી જરૂરી છે. આ દિવસની ઉજવણીનો નિર્ણય 1972 માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા આયોજીત વિશ્વ પર્યાવરણ પરિષદમાં ચર્ચા બાદ લેવામાં આવ્યો હતો. આ પછી 5 જૂન 1974 ના રોજ પ્રથમ વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવ્યો હતો.
પર્યાવરણ દિવસની દર વર્ષની એક અલગ થીમ રાખવામાં આવે છે. આ વર્ષે સોમવારે 5મી જૂનના રોજ ગુજરાત સહિત સમગ્ર દેશમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવશે. વૃક્ષા રોપણ અને તેની જાળવણી માટે સંકલ્પ લેવામાં આવશે,
સંપૂર્ણ માનવતાનું અસ્તિત્વ પ્રકૃતિ પર નિર્ભર છે. તેથી એક સ્વસ્થ અને સુરક્ષિત વાતાવરણ વગર માનવ સમાજની કલ્પના અધૂરી છે. આજે દુનિયાના મોટાભાગના દેશો ગ્લોબલ વોર્મિંગની સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. જેથી પ્રકૃતિને બચાવવા અને તેની જાળવણી માટે આજે આપણે સાથે મળીને સંકલ્પ લેવો પડશે.
પર્યાવરણ દિવસ પર આપણે આ 6 સંકલ્પ લેવા જોઈએ…
- એક વર્ષમાં ઓછામાં ઓછો એક છોડ રોપવો અને તેને બચાવો અને વૃક્ષો અને છોડના સંરક્ષણમાં સહકાર આપવો.
- તળાવ, નદી, નાના તળાવોને પ્રદૂષિત ન કરવા, પાણીનો દુરૂપયોગ ન કરવો
- કારણ વગર વીજળીનો ઉપયોગ કરવો નહીં, ઉપયોગ પછી બલ્બ, પંખા અથવા અન્ય ઉપકરણોને બંધ કરી દેવા જોઈએ.
- કચરો હંમેશા ડસ્ટબિનમાં ફેંકવો અને અન્ય લોકોને આવુ કરવા પ્રોત્સાહિત કરવા, આવુ કરવાથી પ્રદૂષણ નહીં થાય.
- પ્લાસ્ટિક / પોલિથિનનો ઉપયોગ કરવાનું બંધ કરવું, તેના બદલે કાગળ કે કપડાની થેલી અથવા બેગનો ઉપયોગ કરવો.
- પ્રાણીઓ અને પક્ષીઓ પ્રત્યે માયાળુ બનવુ, નજીકના કાર્ય માટે સાયકલનો ઉપયોગ કરો.