બંદાસિંહ બહાદુરનો બલિદાન દિવસઃ મુઘલોને હંફાવનાર હિન્દુ યોદ્ધાએ ઈસ્લામ સ્વિકારવાને બદલે શહાદત વ્હોરી
ભારતની પવિત્ર ધરતી ઉપર અનેક વીર યોદ્ધાઓ પેદા થયાં છે. જેમાંથી મોટાભાગનાના મહાયોધ્ધાઓ વિશે આપણે જાણતા જ નથી. આવા વીર બહાદુરોમાં મહાન યોદ્ધા અને સંત બંદા સિંહ બહાદુરનો પણ સમાવેશ થાય છે. જેમની વાર્તા માત્ર શીખ ખાલસાની બહાદુરી જ નહીં પરંતુ મુગલોની ક્રૂરતા પણ જણાવે છે. 15 વર્ષની ઉંમરે સન્યાસ લેનાર લક્ષ્મણદાસે લગભગ બે દાયકા ‘માધવ સિંહ બૈરાગી’ તરીકે વિતાવ્યા હતા. તેમણે ગોદાવરી નદીના કિનારે આવેલા નાંદેડ ખાતે પોતાનો આશ્રમ સ્થાપ્યો. સંત બંદાસિહ બહાદુરએ મુઘલો સામે ઈસ્લામની ગુલામી સ્વિકારવાને બદલે શહાદત વ્હોરી હતી. જો કે, મુઘલોએ તેમની ઉપર ઈસ્લામ કબુલ કરવા માટે અત્યાર ગુજાર્યાં હતા. મુઘલોએ બંદા સિંહ બહાદુરની નજર સામે જ તેમના નાના માસુમ પુત્રનું ગળુ કાપીને ક્રુરતાપૂર્વક હત્યા કરી હતી. મુઘલોના અનેક અત્યાર છતા તેમની સામે ઝુકવાને બદલે શહીદી વ્હોરવાનું પસંદ કર્યું હતું. ઓક્ટોબર 1670માં જન્મેલા બંદા સિંહ બહાદુરને ખાલસામાં જોડાયા બાદ આ નામ મળ્યું. જો કે, ગુરુ ગોવિંદ સિંહે તેમનું નામ ‘ગુરબખ્શ સિંહ’ રાખ્યું. 1708 માં, ગુરુ ગોવિંદ સિંહ બંદા સિંહ બહાદુરના આશ્રમમાં ગયા અને તેમને મળ્યા, ત્યારબાદ બંદા સિંહ બહાદુર તેમના શિષ્ય બન્યા હતા. ખાલસામાં જોડાયા પછી તરત જ, બંદા સિંહ બહાદુરે પંજાબના પટિયાલામાં સ્થિત મુગલોની પ્રાંતીય રાજધાની પર નિયંત્રણ સ્થાપિત કરીને ઇસ્લામિક આક્રમણકારોમાં હલચલ મચાવી દીધી.
ઈતિહાસકારોના જણાવ્યા અનુસાર, વૈષ્ણવ અખાડાને બૈરાગી અખાડા કહેવામાં આવે છે. બંદા બૈરાગી રાજપૂત પરિવારના હતા અને તેમનો જન્મ 1670માં જમ્મુના રાજૌરીમાં થયો હતો. તેમનું નામ માધવદાસ હતું. પાકિસ્તાનમાં લાહોર પાસે કસૂર નામની જગ્યા છે જ્યાં બૈરાગી સંત બાબા રામધવનનો ડેરો હતો. માધવ દાસે 13 વર્ષની ઉંમરે અહીં બૈરાગની દીક્ષા લીધી અને બંદા બૈરાગી બન્યા. આ પછી, તેઓ ફરતા ફરતા મહારાષ્ટ્રના નાંદેડ પહોંચ્યા અને ગોદાવરી નદીના કિનારે એક આશ્રમમાં રહેવા લાગ્યા. શીખ ગુરુ ગુરુ ગોવિંદ સિંહના બે સાહિબજાદોને પંજાબમાં સરહિંદના નવાબ દ્વારા કેદ કરવામાં આવ્યા ત્યારે ગુરુ ગોવિંદ સિંહને નાંદેડમાં રહેતા બંદા બૈરાગી વિશે રાજસ્થાન નજીકના નારાયણમાં રહેતા જેતરામ બૈરાગી પાસેથી ખબર પડી હતી.
ઈતિહાસકારોના જણાવ્યા અનુસાર, ગુરુ ગોવિંદ સિંહ પોતે નાંદેડ ગયા અને બંદા બૈરાગીને દીક્ષા આપી, તેમને શીખ બનાવ્યા અને તેમનું નામ બંદા સિંહ બહાદુર રાખ્યું. 1708માં બંદા સિંહ બૈરાગી નાંદેડથી નીકળી ગયા. દરમિયાન, 1709 માં, મુઘલોએ ગુરુ ગોવિંદ સિંહની હત્યા કરી. ગુરુ ગોવિંદ સિંહની પત્ની માતા સુંદરી ખાલસાના વડા બન્યા. બંદા બૈરાગી ફેબ્રુઆરી 1709માં સોનીપત નજીક શેરીખંડા પહોંચ્યા અને ત્યાં 60 હજારથી વધુ સૈનિકોની આખી સેના ઊભી કરી. આ સેનાએ મુઘલો સાથે યુદ્ધ કર્યું અને સતલજ અને યમુના વચ્ચેનો વિસ્તાર જીતી લીધો. બંદા સિંહ બહાદુર પહેલા શીખ રાજા હતા. દેગ, તેગ ફતહ બંદા બૈરાગીનો નારા હતો. તેણે સરહિંદ પણ જીતી લીધું હતું.
‘ધ લાસ્ટ ડેઝ ઓફ બાબા બંદા સિંહ બહાદુર એન્ડ ટુ શીખ શહીદ’ પુસ્તકમાં પ્રોફેસર હરબંસ સિંહ લખે છે કે બાબા બંદા સિંહ બહાદુર અને તેમના સાથીઓના અંતિમ દિવસોની કહાની ખૂબ જ દર્દનાક છે. માર્ચ 1715 માં, બંદા સિંહ બહાદુરને તેમના સૈનિકો સાથે ગુરદાસ નાંગલના કિલ્લામાં ઘેરી લેવામાં આવ્યો હતો. મુઘલોએ કિલ્લામાં પ્રવેશવાના તમામ માર્ગો, કિલ્લા સુધીના ખોરાક અને પીવાના પાણીને સંપૂર્ણપણે બંધ કરી દીધા હતા. મુઘલ સેનાના લગભગ 30 હજાર સૈનિકોએ કિલ્લાને ચારે બાજુથી ઘેરી લીધું હતું. કેટલાક મહિનાઓ સુધી, બંદા સિંહ બહાદુર અને તેના સાથીઓએ કિલ્લામાં ઉગાડેલા વૃક્ષોના ઘાસ અને પાંદડા ખાઈને પોતાનું પેટ ભર્યું. આમ છતાં, બંદા સિંહ બહાદુરના વફાદાર સૈનિકોએ આઠ મહિના સુધી મુઘલ સૈન્ય સામે લડત આપી. 17 ડિસેમ્બર, 1715 ના રોજ, બંદા સિંહ બહાદુર સહિત 740 સૈનિકોને લોખંડની સાંકળોમાં કેદ કરવામાં આવ્યા હતા. તેઓને દિલ્હી લઈ જવામાં આવે તે પહેલા તેમને સાંકળો બાંધીને લાહોર લઈ જવામાં આવ્યા હતા. ત્યાંથી બંદા સિંહ બહાદુરને સાંકળો બાંધીને પાંજરામાં બંધ કરીને લાવવામાં આવ્યા હતા. આ કેદીઓને કત્લની શરૂઆત 5 માર્ચ, 1716ના રોજ શરૂ થઈ હતી.
ઇતાહાસકારોના જણાવ્યા અનુસાર, લાલ કિલ્લા પાસે દરરોજ લગભગ 100 સૈનિકોની કત્લેઆમ કરતી હતી. બંદા સિંહ બહાદુર અને તેના ચાર વર્ષના પુત્રને કુતુબ મિનાર પાસે મારી નાખવામાં આવ્યા હતા, પરંતુ તેમને શહીદ કરતા પહેલા મુઘલોએ તેમની ઉપર અસહ્ય ત્રાસ ગુજાર્યો હતો. મુઘલ બાદશાહ ફારુખસિયાર બંદા બૈરાગીને ઇસ્લામ સ્વીકારવા કહેતો રહ્યો, પરંતુ તેણે હંમેશા મક્કમતાથી ના પાડી. તેને સ્ટડેડ વ્હીલ્સ વચ્ચે ફેંકવામાં આવ્યો, તે બેહોશ થઈ ગયો. જ્યારે તે જાગ્યો ત્યારે તેમના માસુમ પુત્રને તેના ખોળામાં બેસાડી દેવામાં આવ્યો હતો. ઈતિહાસકારના જણાવ્યા અનુસાર મુઘલોએ તેમના માસુમ પુત્રની વીર યોદ્ધા બાંદાજીની સામે જ ઘાતકી હત્યા કરી હતી. એટલું જ નહીં પુત્રનું હૃદય બહાર કાઢીને બંદા સિંહ બહાદુરના મોઢામાં મુકવામાં આવ્યું હતું. 9 જૂન 1716ના રોજ મુઘલો દ્વારા તેમની હત્યા કરવામાં આવી હતી.