1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. UPSCમાં સફળ થયેલા ગુજરાતના 16 યુવાનોનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે સન્માન કરાયું
UPSCમાં સફળ થયેલા ગુજરાતના 16 યુવાનોનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે સન્માન કરાયું

UPSCમાં સફળ થયેલા ગુજરાતના 16 યુવાનોનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે સન્માન કરાયું

0
Social Share

અમદાવાદઃ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રીય જાહેર સેવા આયોગ યુપીએસસીની સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મેળવનારા ગુજરાતના 16 યુવાનોને ગાંધીનગરમાં સન્માનીત કર્યા હતા. રાજય સરકારના સરદાર પટેલ ઈન્સ્ટિટયુટ ઓફ પબ્લીક એડમીનીસ્ટ્રેશન ‘સ્પીપા’માં પૂર્વ પરીક્ષા તાલીમ મેળવી આ યુવાનો યુપીએસસી ફાઈનલમાં સફળ થયા છે.

આ તાલીમ સંસ્થામાંથી અત્યાર સુધીમાં 260 યુવક-યુવતીઓએ યુપીએસસી પરીક્ષામાં સફળતા મેળવી સનદી અને કેન્દ્રિય સેવા ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરેલી છે. આ વર્ષે સ્પીપામાં પૂર્વ પરીક્ષા તાલીમ માટે આવેલા 30માંથી 16 યુવાઓને યુપીએસસીમાં સફળતા પ્રાપ્ત થઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ યુવાઓને મુખ્યમંત્રી નિવાસસ્થાને આમંત્રીત કરીને શિલ્ડ- પ્રશસ્તીપત્ર અને પ્રોત્સાહક સહાય રાશીથી સન્માનીત કર્યા હતા. સ્પીપામાંથી પૂર્વ પરીક્ષા તાલીમ મેળવીને ફાઈનલમાં સફળ થનારા યુવકોને રૂા.51 હજાર અને યુવતીઓને રૂા.61 હજાર પ્રોત્સાહન પુરસ્કાર રાજય સરકાર તરફથી આપવામાં આવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ યુવાઓને પ્રેરણા આપતા કહ્યું કે, પદ, પૈસા કે પ્રતિષ્ઠા કરતા જનસેવાના દાયિત્વને કારકિર્દીમાં અહેમિયત આપવાથી જ કાર્ય સંતોષ થાય છે. એટલું જ નહિં, કુદરતના નિયમોનું પાલન અને નીતિ-મત્તા સાથેની સેવા કારકીર્દિથી લોકોને પોઝીટીવ વાઈબ્રેશન મેળવીને જીવનમાં સકારાત્મક પ્રગતિ થઈ શકે છે. આ અવસરે મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાશનાથન, સચિવ અવંતિકા સિંઘ અને સ્પીપાના નાયબ મહાનિયામક વિજય ખરાડી પણ ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે. કે, સ્પીપા (સરદાર પટેલ ઈન્ટિટ્યુટ ઓફ પબ્લીક એડમિસ્ટ્રેશન) દ્વારા વિદ્યાર્થીઓને યુપીએસસી પરીક્ષા માટેની તાલીમ આપવામાં આવે છે. આ વખતે સ્પીપામાં તાલીમ મેળવેલા 16 વિદ્યાર્થીઓ સફળ થતાં સિલેક્ટ થયાં છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code