શું રક્તદાન કરવાથી શરીરમાં લોહી ઘટી જાય છે અથવા લોહી પાતળું થઈ જાય છે, જાણો રક્દાન સાથે જોડાયેલી કેટલી ગેરસમજ વિશે
- શું રક્તદાન કરવાથી શરીરમાં લોહી ઘટી જાય છે?
- રક્દાન સાથે જોડાયેલી કેટલી ગેરસમજ અહીં વાચો
14 જૂનનો દિવસ એ વિશ્વ રક્તદાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે, આજના આ દિવસે અનેક સંસ્થાઓ ,શાળાઓ કોલેજો અને હોસ્પિચલ કે ક્લિનિકમાં રક્દાન કેપ્મ યોજવામાં આવે છે અને રક્તદાન પ્રત્યે લોકોને જાગૃત કરવામાં આવે છે આ સાથે જ લોકોના મનમાં રક્તદાનને લઈને જે ખોટી ગેરસમજ ઉદ્ભવે છે તેના વિશે લોકોને માહિતીગાર કરવામાં આવે છે.
સામાન્ય રીતે જે લોકો પહેલ ીવખત રક્તદાન કરવા જઈ રહ્યા છે તે લોકોના મનમાં અનેક સવાલો હોય છે કેટલીક ખોટી ગેર સમજ પણ હોય છે,જેમ કે શું રક્તદાન કરવાથી શરીરમાંથી લોહી ઓછું થઈ જશે? કે શું રક્ત દાન કરવાથી મારું લોહી જાજુ કે પાતળું થઈ જશે આ પ્રકારના સવાલોનો જવાબ આજે આપણે જાણીશું તમારા મનમાં ઉદ્ભવતી ગેરસમજને દૂર કરીશું.
જાણો રક્તદાન વિશેની ગેરસમજ
રક્તદાન કરવાથી શરીરમાં ઉર્જા આવે છે, આવું એટલા માટે થાય છે કારણ કે રક્તદાન કર્યા પછી શરીરમાં નવા રક્તકણો બને છે, જેનાથી શરીરમાં સ્વાસ્થ્ય આવે છે.એટલે રક્તદાન કરવાથી લોહી ઘટી જાય તે માન્યતા માત્ર ભ્રમ કે ગેર સમજ છે.
આ સહીત જે લોકોને લીવર સંબંધિત કોઈ સમસ્યા હોય, તેમણે રક્તદાન અવશ્ય કરવું જોઈએ. કારણ કે શરીરમાં વધારાનું આયર્ન લીવર પર દબાણ લાવે છે, રક્તદાન કરવાથી આયર્નની માત્રા સંતુલિત થાય છે.
રક્તદાન કરવાથી લોહી જાડુ કે પાતળું થાય તેવી પણ ગેરસમજ છે લોહીમાં કોઈ ફેરફાર થતો નથી,રક્તદાન કરીને તમે તમારી જાતને હેમોક્રોમેટોસિસના જોખમથી બચાવી શકો છો. નિયમિત રક્તદાન કરવાથી શરીરમાં આયર્નની વધુ માત્રા શોષાતી નથી જે હેમોક્રોમેટોસિસથી પીડિત લોકો માટે ફાયદાકારક બની શકે છે.
રક્તદાન કેન્દ્રો હંમેશા મૂળભૂત આરોગ્ય તપાસ કરશે. ઉદાહરણ તરીકે- તમારું બ્લડ પ્રેશર અને હાર્ટ રેટ ચેક કરવામાં આવશે. તમારા લોહીના નમૂનાનું પણ પરીક્ષણ કરવામાં આવશે.ત્યાર બાદ જ રક્તદાન કરી શકાય છે એટલે કોઈ પણ પ્રકારની તમને બીમારીનો ડર રહેતો નથી
આજે પણ ભારતમાં બહુ ઓછા લોકો રક્તદાન કરે છે, આવા સંજોગોમાં જરૂરિયાતમંદ લોકોને કટોકટીની સ્થિતિમાં લોહી મળતું નથી. તમારા દ્વારા કરવામાં આવેલ રક્તદાન કોઈનું જીવન બચાવી શકે છે, કદાચ તેથી જ તેને મહાદાન કહેવામાં આવે છે.