- ફિલિપાઈન્સમાં જોરદાર ભૂકંપના આચંકાઓ
- રિક્ટર સ્કેલ પર તીવ્રતા 6.2 માપવામાં આવી
દિલ્હીઃ- દેશ-વિદેશમાં ભૂકંપના આચંકાઓ આવવાની ઘટના જાણે તદ્દન સામાન્ય બનતી જઈ રહી છે ત્યારે આજરોજ ગુરુવારે ફિલિપાઇન્સમાં જોરદાર ભૂકંપના આચંકાઓ અનુભવાયા હતા, પ્રાપ્ત વિગત પ્રમાણે આ ભૂકંપની તીવ્રતા 6.2 નોંધાવામાં આવી હતી.
આ સાથે જ યુએસ જીઓલોજિકલ સર્વેએ જણાવ્યું હતું કે સ્થાનિક સત્તાવાળાઓએ આફ્ટરશોક્સ અને સંભવિત નુકસાનની ચેતવણી પણ આપી છે, જો કે કોઈ મોટા નુકશાન થયાના સમાચાર હજી સુધી પ્રાપ્ત થયા નથી,
જાણકારી અનુસાર આ ભૂકંપના આચંકાઓ ફિલિપાઈન્સની રાજધાનીના દક્ષિણપશ્ચિમમાં અનુભવાયા હતા, પરંતુ મોટા નુકસાન કે જાનહાનિના કોઈ અહેવાલ નથી. રાજધાની મનીલાથી લગભગ ત્રણ કલાકના અંતરે પાણીમાં સવારે 10 વાગ્યે આસપાસ આ ભૂકંપ નોઁધાયો છે આ સાથે જ 124 કિલોમીટરની ઊંડાઈએ ભૂકંપનું કેન્દ્ર નોંધવામાં આવ્યું છે.
કાલાટાગન મ્યુનિસિપાલિટીના અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓ અને તેમનો સ્ટાફ ઘરતીના કંપારીના પગલે બહાર દોડી આવ્યા હતા, જે મનીલા સહિત દેશના ભારે વસ્તીવાળા હાર્ટલેન્ડ પર પણ અનુભવાયા હતા.આ સાથે જ લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
ઉલ્લેખનીય છે કે ફિલિપાઈન્સમાં વારંવાર ભૂકંપના આંચકા માટે જાણીતું છે અહી અવાન નવાર ભયાનક આચંકાઓ આવતા રહેતા હોય છે, પરંતુ મોટા નુકસાનની શક્યતા ઓછી વર્તાતી હોય છે.