- 2ની તીવ્રતાનો આંકચો નોંધાયો
- કેન્દ્રબિંદુ ટોંગાથી 280 કિમી દૂર નોંધાયું
- સદનસીબે ભૂકંપમાં કોઈ જાનહાની નહીં
નવી દિલ્હીઃ ભારત સહિત દુનિયાના વિવિધ દેશોમાં છેલ્લા કેટલાક સમયથી ભૂકંપના આંચકા નોંધાય છે. દરમિયાન યુએસ જીઓલોજિકલ સર્વે અનુસાર શુક્રવારે દક્ષિણ પેસિફિક મહાસાગરમાં ટોંગા નજીક 7.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. યુએસજીએસ અનુસાર ભૂકંપનું કેન્દ્ર ટોંગાથી 280 કિમી દક્ષિણપશ્ચિમમાં 167.4 કિમીની ઊંડાઈએ સ્થિત હતું. જો કે, જાનહાનિ અથવા નુકસાનના કોઈ તાત્કાલિક અહેવાલો નથી. ભૂકંપને પગલે યુએસ વેસ્ટ કોસ્ટ, બ્રિટિશ કોલંબિયા અથવા અલાસ્કા માટે સુનામીનો કોઈ ખતરો નથી. ભૂકંપ અંગે ઓસ્ટ્રેલિયાના બ્યુરો ઓફ મીટીરોલોજીએ પણ કહ્યું છે કે ઓસ્ટ્રેલિયાને સુનામીનો કોઈ ખતરો નથી.
ભારત સહિત દુનિયાના અનેક દેશો ગ્લોબલ વોર્મિંગની સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. ગ્લોબલ વોર્મિંગને પગલે દુનિયાના વિવિધ દેશોમાં કમોસમી વરસાદ, પૂર, હીટવેવ સહિતની સમસ્યા ઉભી થઈ છે. ભારત સહિતના દેશો ગ્લોબલ વોર્મિંગથી બચાવ માટે વિવિધ પગલા ભરી રહ્યાં છે. બીજી તરફ છેલ્લા કેટલાક સમયથી ભૂકંપના આંચકા નોંધાઈ રહ્યાં છે. ભારતમાં દર વર્ષે મોટી સંખ્યામાં ભૂકંપના આંચકા નોંધાય છે. દરમિયાન દક્ષિણ પેસિફિક મહાસાગરમાં ટોંગા નજીક ભૂકંપનો આંચકો નોંધાયો હતો. 7.2ની તીવ્રતાને ભૂકંપને પગલે લોકોમાં ફફડાટ ફેલાયો છે. જો કે, સદનસીબે ભૂકંપના આ આંચકામાં કોઈ જાનહાની નહીં થઈ હોવાનું જાણવા મળે છે.
પાકિસ્તાનમાં માર્ચ મહિનામાં આવેલા ભૂકંપમાં લગભગ 11 વ્યક્તિઓના મોત થયાં હતા. જે તે વખતે પાકિસ્તાનમાં 6.8 તીવ્રતાના ભૂકંપના આંચકામાં 180થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયાં હતા.
(ફોટો-ફાઈલ)