નેહરુ મ્યુઝિયમનું નામ બદલવા અંગે સંજય રાઉતે બીજેપી પર સાધ્યુ નિશાન, કહ્યું ‘ઈતિહાસને ભૂલાવવા માંગે છે’
- નેહરુ મ્યુઝિયમનું નામ બદલવા મામલે રાજકિય પક્ષમાં ગરમાટો
- અનેક વિપક્ષ દ્રારા આ વાતની થઈ રહી છે ટિકા
દિલ્હીઃ- તાજેતરમાં દિલ્હી સ્થિતિ નેહરું મેમોરિયલનું નામ બદલવામાં આવ્યું છે ત્યારે વિપક્ષ દ્રારા સતત બીજેપી પર આ મામલે નિશાન સાધવામાં આવી રહ્યા છે ત્યારે હવે શિવસેનાના નેતા સંજય રાઉતે બીજેપી પર ઈતિહાસને ભૂલાવવાનો આરોપ લગાવ્યો છે અને પાર્ટી પર નિશાન સાધ્યું છે.
હવેથી નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ અને લાઈબ્રેરી હવે વડાપ્રધાનના સંગ્રહાલય તરીકે ઓળખવામાં આવશે. કેન્દ્ર સરકારના આ નિર્ણય બાદ દરેક પક્ષ રોષે ભરાયો છે કોંગ્રેસ બાદ હવે શિવસેના એ મોદી સરકારના આ પગલાની ટીકા કરી છે
માહિતી પ્રમાણે શિવસેનાના સાંસદ સંજય રાઉતે કેન્દ્ર પર નિશાન સાધતા કહ્યું કે આ લોકો ઈતિહાસને ભૂંસી નાખવા માંગે છે.સંજય રાઉતે કહ્યું કે પંડિત નેહરુએ દેશના નિર્માણની સાથે સ્વતંત્રતા સંગ્રામમાં પણ યોગદાન આપ્યું હતું. આ પંડિત જવાહર લાલ નેહરુ પ્રાઇમ મિનિસ્ટર મ્યુઝિયમનું નામ તેમના નામ પર રાખવામાં આવ્યું હોત, પરંતુ બીજેપી ઈતિહાસને ખતમ કરવા માંગો છો.
સંજય રાઉતે બીજેપી પર આકરા પ્રહારો કરતા એમ પમ કહ્યું કે આ તમારી “સંકુચિત માનસિકતાને બદલો” અને કહ્યું કે જેનો પોતાનો ઈતિહાસ નથી તેઓ બીજાના ઈતિહાસને ભૂંસી નાખવાનો પ્રયાસ કરી રહ્યા છે.વધુમાં સંજય રાઉતે અમ પણ કહ્યું કે આ નહેરું પ્રત્યે બીજેપીની નફરત દર્શાવે છે.
તેમણે બીજી બાજુ વડાપ્રધઆનની સ્મૃતિઓને આ સંગ્રાહલયમાં રાખવાને લઈને સહમતિ પણ દર્શઆવી હતી અને કહ્યું કે સંમત છું કે અન્ય વડાપ્રધાનોને મ્યુઝિયમમાં સ્થાન મળવું જોઈએ. અટલજી, ઈન્દિરાજી, લાલ બહાદુર શાસ્ત્રી, બધાએ દેશ માટે કામ કર્યું છે.આ મ્યુઝિયમમાં એક એવો વિભાગ હોવો જોઈએ જેમાં અન્ય વડાપ્રધાનોની કૃતિઓને પણ સ્થાન મળે એ સારી વાત છએ પણ નામ બદલવું તે વાગ યોગ્ય ન હતી.