અમદાવાદઃ અરબી સમુદ્રમાં બુરજોય વાવાઝોડું સમી ગયા બાદ ઉત્તર ગુજરાત સહિત રાજસ્થાનમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને રાજસ્થાનમાં મુશળધાર વરસાદ પડ્યો છે. જેમાં આહોર જિલ્લામાં 19 ઈંચ, જાલોરમાં 18 ઈંચ, આબુમાં 14 ઈંચ, જસવંતપુરમાં 13 ઈંચ વરસાદ પડતા વાહન વ્યવહારને અસર પડી છે. જેમાં ઉત્તર પશ્ચિમ રેલવેના જોધપુર ડિવિઝનના સમદરી-ભીલડી સેક્શનમાં ભારે વરસાદ અને પાણી ભરાવાને કારણે અમદાવાદ ડિવિઝનની કેટલીક ટ્રેનોને અસર થઈ છે. 11 ટ્રેન રદ કરવામાં આવી છે. 3 ટ્રેન ડાયવર્ટ કરાઈ છે અને એક ટ્રેનને આંશિક રદ કરાઈ છે. પ્રવાસીઓને વધુ માહિતી માટે રેલવે ઈન્કવાયરીનો સંપર્ક સાધવા જણાવાયું છે.
પશ્વિમ રેલવેના સૂત્રોના જણાવ્યા મુજબ રાજસ્થાનમાં ભારે વરસાદને કારણે રદ કરાયેલી ટ્રેનોમાં 19.06.2023 ટ્રેન નંબર 04841 જોધપુર-ભીલડી સ્પેશિયલ, 19.06.2023 ટ્રેન નંબર 04842 ભીલડી-જોધપુર સ્પેશિયલ, 19.06.2023 ટ્રેન નંબર 14893 જોધપુર-પાલનપુર એક્સપ્રેસ, 20.06.2023 ટ્રેન નંબર 14894 પાલનપુર-જોધપુર એક્સપ્રેસ, 19.06.2023 ટ્રેન નંબર 22483 જોધપુર-ગાંધીધામ એક્સપ્રેસ, 20.06.2023 ટ્રેન નંબર 22484 ગાંધીધામ-જોધપુર એક્સપ્રેસ, 19.06.2023 ટ્રેન નંબર 14819 જોધપુર-સાબરમતી એક્સપ્રેસ, 19.06.2023 ટ્રેન નંબર 14820 સાબરમતી-જોધપુર એક્સપ્રેસ, 19.06.2023 ટ્રેન નંબર 20483 ભગતકી કોઠી-દાદર એક્સપ્રેસ, 20.06.2023 ટ્રેન નંબર 20484 દાદર-ભગતકી કોઠી એક્સપ્રેસ અને 19.06.2023 ટ્રેન નંબર 14804 સાબરમતી-જેસલમેર એક્સપ્રેસનો સમાવેશ થાય છે. જ્યારે ભારે વરસાદને કારણે 11 ટ્રેન રદ કરવામાં આવી છે.
આ ઉપરાંત ટ્રેન નંબર 14803 જેસલમેર-સાબરમતી એક્સપ્રેસ જેસલમેરથી ઉપડશે તે જોધપુર ખાતે શોર્ટ ટર્મિનેટ થશે. આ ટ્રેન જોધપુર અને સાબરમતી વચ્ચે આંશિક રીતે રદ રહેશે. રવિવારે રાજસ્થાન તરફ રવાના થયેલી ટ્રેનોના રૂટ્સમાં પણ ફેરફાર કરવામાં આવ્યો હતો. પ્રવાસીઓને વધુ માહિતી માટે રેલવેની વેબસાઈટ અથવા ઈન્કવાયરીનો સંપર્ક સાધવા જણાવાયુ છે.