મેક્સિકોમાં ભૂકંપના આંચકા અનુભવાયા,જાણો તેની તીવ્રતા
- મેક્સિકોમાં ભૂકંપના આંચકા અનુભવાયા
- રિક્ટર સ્કેલ પર 6.3ની તીવ્રતા નોંધાઈ
- કોઈ જાનહાની કે નુકસાનીના સમાચાર નહીં
દિલ્હી:મેક્સિકોમાં સોમવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, ભારતીય સમય અનુસાર રાત્રે 2 વાગ્યે આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.3 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ ભૂકંપના કારણે કોઈ જાનહાની કે સંપત્તિના નુકસાનની પુષ્ટિ કરી નથી.
જાણકારો મુજબ જમીનના અંદરના ભાગમાં આવેલા પ્લેટની જે હલન ચલન થાય છે અથવા તેના પર આવતા દબાણના કારણે ભૂકંપ આવ્યો હોય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. લોકો દ્વારા હાલ સતર્કતા અને સલામતી દાખવવામાં આવી રહી છે .જેના કારણે જાનહાનિ થઈ રહી નથી.અચાનક આવતા ભૂકંપના કારણે લોકોમાં પરેશાની પણ વધારે જોવા મળી રહી છે.
હજુ ગઈકાલે લેહ-લદ્દાખ અને જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. લેહ-લદ્દાખમાં રાત્રે 2.16 વાગ્યે અને જમ્મુ-કાશ્મીરના કટરામાં વહેલી સવારે 3.50 વાગ્યે આવેલા ભૂકંપની તીવ્રતા 4.1 હતી. ભૂકંપનું કેન્દ્ર જમ્મુ-કાશ્મીરના ડોડામાં 18 કિમી ભૂગર્ભમાં હતું. જોકે,આ ભૂકંપથી કોઈ નુકસાન કે જાનહાનીના અહેવાલ સામે આવ્યા નથી.