DRDO અને નૌસેનાએ સંયુક્ત પ્રયત્નથી માનવરહિત વિમાન ‘તપસ’ નું સફળતા પૂર્વક કર્યું પરિક્ષણ
- DRDO અને નૌસેનાએ સંયુક્ત
- માનવ રહી વિમાન ‘તપસ’ નું સફળતા પૂર્વક કર્યું પરિક્ષણ
દિલ્હીઃ- ભારત સંરક્ષણ ક્ષેત્રમાં ખૂબ જ પ્રગતિ કરી રહ્યું છે ત્યારે ડીઆરડીઓ દ્રારા વધુ એક સફળતા પ્રાપ્ત થઈ છે. જાણકારી પ્રમાણે ડીઆરડીઓ અને નેવીએ મળીને માનવરહિત હવાઈ વાહન તાપસનું સફળ પરીક્ષણ કર્યું છે.ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશનઅને ભારતીય નૌકાદળની ટીમે 16 જૂન 2023ના રોજ આ પરિક્ષણ પાર પાડ્યું .
મળતી જાણકારી પ્રમાણે નૌકાદળના કારવાર નેવલ બેઝથી 148 કિમી દૂર આઈએનએસ સુભદ્રા ખાતે તાપસ યુએવી ની કમાન્ડ અને કંટ્રોલ ક્ષમતાઓનું રિમોટ ગ્રાઉન્ડ સ્ટેશનથી રિમોટ ગ્રાઉન્ડ સ્ટેશન પર ટ્રાન્સફરનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
તપસ વિમાને કારવાર નેવલ બેઝથી 285 કિમી દૂર ચિત્રદુર્ગમાં એરોનોટિકલ ટેસ્ટ રેન્જથી સવારે 7.35 કલાકે ઉડાન ભરી હતી. આ સહીત 20 હજાર ફૂટની ઉંચાઈ પર લગભગ સાડા ત્રણ કલાક ઉડાન ભરી હતી આ યુએવી ને નિયંત્રિત કરવા માટે, આઈએનએસ સુભદ્રામાં એક ગ્રાઉન્ડ કંટ્રોલ સ્ટેશન અને બે શિપ ડેટા ટર્મિનલ સ્થાપિત કરવામાં આવ્યા હતા.
ડીઆરડીઓ અને નૈસેનાના આ સફળ પ્રયત્નથી સફળ પરીક્ષણ બાદ તપસ એટીઆરમાં પાછુ ફર્યું આપણે જાણીએ છીએ કે આ યુએવી સ્વદેશી ટેક્નોલોજીથી બનેલું છે. તેનો ઉપયોગ માત્ર સરહદ પર દેખરેખ માટે જ નહીં પરંતુ હુમલો કરના માટે પણ થઈ શકે છે.
આ સહીત આ તપસ વિમાન 30 હજાર ફૂટની ઉંચાઈ પર 24 કલાક સુધી ઉડવાની ક્ષમતા ઘરાવે છે. આ સાથે જ 350 કિલો સુધીનું પેલોડ લઈ શકે છે. આ યુએવીની સરખામણી ઇઝરાયેલની હેરોન UAV સાથે થઈ રહી છે.