1. Home
  2. ગુજરાતી
  3. ભારતમાં ડાયરેક્ટ ટેક્સ કલેક્શન વધીને રૂ. 3.80 લાખ કરોડ ઉપર પહોંચ્યું
ભારતમાં ડાયરેક્ટ ટેક્સ કલેક્શન વધીને રૂ. 3.80 લાખ કરોડ ઉપર પહોંચ્યું

ભારતમાં ડાયરેક્ટ ટેક્સ કલેક્શન વધીને રૂ. 3.80 લાખ કરોડ ઉપર પહોંચ્યું

0
Social Share

નવી દિલ્હીઃ જૂનમાં અત્યાર સુધી એડવાન્સ ટેક્સ કલેક્શનમાં વધારો જોવા મળ્યો છે. નાણાકીય વર્ષ 2023-24ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં દેશના ડાયરેક્ટ ટેક્સ કલેક્શનનો આંકડો સારો રહેવાનો છે. ચાલુ નાણાકીય વર્ષમાં 17 જૂન સુધી દેશનું નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 11.18 ટકાથી વધીને રૂ. 3.80 લાખ કરોડ થયું છે. અત્યાર સુધીમાં, નાણાકીય વર્ષ 2023-24 માટે કેન્દ્રનું ડાયરેક્ટ ટેક્સ કલેક્શન રૂ. 3,79,760 કરોડ થયું છે અને પાછલા નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં, આ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન રૂ. 3,41,568 કરોડ હતું. એડવાન્સ ટેક્સ કલેક્શનના કારણે આ વધારો જોવા મળ્યો છે.

ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં 17 જૂન સુધીમાં એડવાન્સ ટેક્સ કલેક્શન રૂ. 1,16,776 લાખ કરોડ રહ્યું હતું. જે ગયા વર્ષના સમાન સમયગાળા કરતા 13.70 ટકા વધુ છે. નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 17 જૂન સુધી નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન રૂ. 3,79,760 કરોડ હતું, જેમાં કોર્પોરેટ ટેક્સ (CIT)ના રૂ. 1,56,949 કરોડનો સમાવેશ થાય છે. સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT) સહિત વ્યક્તિગત આવકવેરા તરીકે રૂ. 2,22,196 કરોડ એકત્ર કરવામાં આવ્યા હતા.

ગ્રોસ આધાર પર રિફંડને એડજસ્ટ કરતા પહેલાનું કલેક્શન રૂ. 4.19 લાખ કરોડ હતું. આ રકમ વાર્ષિક ધોરણે 12.73 ટકાનો વધારો દર્શાવે છે. તેમાં કોર્પોરેટ ટેક્સના રૂ. 1.87 લાખ કરોડ અને સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ સહિત રૂ. 2.31 લાખ કરોડનો વ્યક્તિગત આવકવેરો સામેલ છે. 17 જૂન સુધી રિફંડની રકમ રૂ. 39,578 કરોડ હતી, જે ગયા વર્ષના સમાન સમયગાળા કરતાં 30 ટકા વધુ છે.

નાણાકીય વર્ષ 2023-24ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં એડવાન્સ ટેક્સ કલેક્શન 13.7 ટકા વધીને રૂ. 116,776 કરોડ થયું છે, જે અગાઉના નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 102,707 કરોડ હતું. એડવાન્સ ટેક્સ કલેક્શનમાં સારો વધારો એ સંકેત છે કે ટેક્સ નેટ વધુ વિસ્તરી રહી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code