કેદારનાથ ધામમાં ભક્તોની ભારે ભીડ – છેલ્લા 2 મહિનામાં દર્શન કરનારાઓની સંખ્યા 10 લાખને પાર
- કેદારનાથમાં આ વખતે ભક્તોનું ઘોડારપુર જોવા મળ્યું
- માત્ર 2 મહિનાની અંદર 10 લાખથી વધુ લોકોએ દર્શન કર્યા
દહેરાદૂન – દર વર્ષે ચારધામની યાત્રામાં મોટા પ્રમાણમાં ભક્તોનો જમાવડો થતો હોય છે ત્યારે આ વર્ષની જો વાત કરવામાં આવે તો ભક્તોની ભારે ભીડ જામી હતી માત્ર 2 મહિનાની અંદર જ 10 લાખથી વધુ લોકોએ ભગવાન ભોલેના દર્શન કર્યા હોવાનો એહવાલ મળી રહ્યો છે
પ્રા્પચત વિગત પ્રમાણે આ વખતે વિતેલા વપ્ષની સરખામણીમાં વધુ શ્રદ્ધાળુઓ અહીની મુલાકાતે આવ્યા છે. ચોક્કસ દિવસની જો વાત કરીએ તો માત્ર 57 દિવસમાં કેદારનાથ ધામનો આંકડો 10 લાખને પાર કરી ગયો છે. આ આંકડો ગયા વર્ષની સરખામણીએ 20 ટકા વધુ છે.
કેદારનાથ ઘાનના દર્યાશન કરવા માટે દૂર દૂર થી દેશભરમાંથી હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ પહોંચી રહ્યા છે જેના કારણે સ્થાનિક વેપારીઓની સાથે ઘોડા-ખચ્ચર, લાકડી-કેન્ડી ચલાવનારાઓની રોજીરોજી પર સકારાત્મક અસર જોવા મળી રહી છે સ્થાનિક નાના નાના ઉદ્યોગો ઘંઘાઓને વેગ મળ્યો છે.
ખાસ કરીને જ્યારે હવે ચોમાસું આવી ર્હયું છે ત્યારે વરસાદી માહોલમાં અહી આવવાનો લોકોને વધુ ઉતસ્હા હોય છે પહાડી વિસ્તારના કારણે ચોમાસામાં અહીંનું વાતાવરણ રમણીય હોવાથી મોટા ભાગના લોકો આ સિઝનમાં પણ દર્શન કરવા આવવાનું પસંદ કરે છથે ત્યારે આગામી મહિનામાં મુલાકાતીઓનો આકંડો 12 લાખને પાર કરે તો નવાઈની વાત નહી હોય.