દિલ્હીઃ- તાજેતરની જાણકારી પ્રમાણે હવે ઈન્ડિગોની રાહ પર એર ઈન્ડિયા જોવા મળ્યું છે ઈન્ડિગોના તર્જ પર હવે ટાટા ગ્રુપની માલિકીની એર ઈન્ડિયાએ પણ બોઈંગ વિમાનની ખરિદીમાં રસ દાખવ્યો છે.
એરલાઈન્સે આ વિમાનની ખરિદી માટે પેરિસ એર શો દરમિયાન બોઈંગ અને એરબસ સાથે $70 બિલિયનના આ સોદા હેઠળ વિમાનો ખરીદવા હસ્તાક્ષર કર્યા છે.એર ઈન્ડિયા એરબસ પાસેથી 250 અને બોઈંગ પાસેથી 220 એરક્રાફ્ટ ખરીદવાની તૈયારી બતાવી છે.એર ઈન્ડિયાએ ફેબ્રુઆરીમાં એરબેઝ સાથે ઈરાદા પત્ર પર હસ્તાક્ષર કર્યા હતા.190 737 MAX ઉપરાંત, બોઇંગ 20 787 ડ્રીમલાઇનર્સ અને દસ 777X જેટ ખરીદવા જઈ રહી છે.
પ્રાપ્ત જાણકારી પ્રમાણે એર ઈન્ડિયા હવે 470 નવા એરક્રાફ્ટ ખરીદવા માટે એરબસ-બોઈંગ સાથે કરાક કર્યો છે. એર ઈન્ડિયાએ ફ્રાન્સની રાજધાની પેરિસમાં ચાલી રહેલા એર શો દરમિયાન વિમાનનો આ સોદો કર્યો છે.ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરને આ સોદાને લઈને કહ્યું કે આ ઐતિહાસિક પગલું લાંબા ગાળે એર ઈન્ડિયાના વિકાસ અને સફળતાને વધુ સફળ બનાવામા માર્ગે દોરી જશે.
એર ઈન્ડિયા આ એરલાઇન્સ પાસે વધારાના 70 પ્લેન ખરીદવાનો વિકલ્પ છે, જેમાં 50 737 MAX અને 20 787 ડ્રીમલાઇનર્સનો સમાવેશ થાય છે. દક્ષિણ એશિયા ક્ષેત્રમાં બોઇંગ માટે આ સૌથી મોટો ઓર્ડર છે.
વધુમાં તેમણે આ જોડાણમાં વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે આ ભાગીદારી થકી અમે વિશ્વને આધુનિક ઉડ્ડયન બતાવશું અને.આ વર્ષે ફેબ્રુઆરીમાં એર ઈન્ડિયાએ વિસ્તરણ યોજનાને આગળ વધારતા 470 એરક્રાફ્ટ ખરીદવાની જાહેરાત કરી હતી.