આ રાજ્યની સરકારે મહિલાઓને આપી ખાસ ભેંટ – રોડવેઝની તમામ બસોની ટિકિટના ભાડામાં 50 ટકાની છૂટ અપાઈ
- રાજસ્થાનની સરકારે મહિલાઓને આપી ખાસ ભેંટ
- રોડવેઝની બસમાં યાત્રા કરવા માત્ર અડઘું ભાડુ વસુલાશે
જયપુરઃ- રાજસ્થાનની સરકારે મહિલાઓ માટે ખાક જાહેરાત કરી છે અને મહિલાઓને ખાસ ભેંટ આપી છે પ્રાપ્ત વિગત પ્રમાણે તમામ રોડવેઝની બસોમાં મહિલાઓ માટેની ટિકિટનું ભાડુ અડઘુ વસુલવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે.
એચકે કે રાજ્યની ગેહલોત સરકારે રોડવેઝ બસમાં યાત્રા કરતી મહિલાઓ માટે રાહતનો વિસ્તાર વધાર્યો છે. રાજસ્થાન રાજ્ય માર્ગ પરિવહન નિગમની તમામ કેટેગરીની બસોમાં રાજ્યની હદમાં યાત્રા કરતી વખતે મહિલાઓ અને બાળોકીઓને હવે 50 ટકાની છૂટ આપવામાં આવશે. આ પ્રસ્તાવને મુખ્યમંત્રી અશોક ગેહલોતેમંજૂરી આપી દીધી છે જેનો મહિલાઓ લાભ લઈ શકશે.
હાલમાં સામાન્ય વર્ગની બસોમાં મુસાફરી કરવા માટે માત્ર મહિલાઓ અને યુવતીઓને 50 ટકાની છૂટ આપવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે આ જાહેરાત પણ 1 એપ્રિલ, 2023 થી લાગુ કરવામાં આવી રહી હતી 2023-24ના બજેટમાં મુખ્યમંત્રીએ મહિલાઓને સામાન્ય રોડવેઝ બસમાં મુસાફરી કરવા માટે આપવામાં આવતી છૂટ 30 થી વધારીને 50 ટકા કરવાની જાહેરાત કરી હતી જે હવે અમલી બનવા જઈ રહી છે.
જો કે ત્યારબાદ, 25 મે, 2023 ના રોજ, સિંધી કેમ્પ, જયપુર ખાતે નવા બસ ટર્મિનલના ઉદ્ઘાટન સમારોહમાં, ગેહલોતે રોડવેઝ બસોની તમામ શ્રેણીઓમાં આ રાહત લાગુ કરવાની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રીની જાહેરાતના અમલીકરણમાં આ મંજુરી આપવામાં આવી છે.
tags:
Rajasthan