PM મોદીએ જો.બિડેનને આપેલા ‘સહસ્ત્ર ચંદ્ર દર્શન’નું હિન્દુ સંસ્કૃતિમાં શું વિશેષ મહત્વ છે જાણો..
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ અમેરિકાના સરકારી પ્રવાસે છે. આ દરમિયાન પીએમ મોદીએ ફર્સ્ટ લેડી જીલ બિડેન સાથે વોશિંગ્ટનમાં એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ પછી વડા પ્રધાન વ્હાઇટ હાઉસ પહોંચ્યા, જ્યાં રાષ્ટ્રપતિ જો બિડેને તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. આ દરમિયાન જો બિડેન અને જીલ બિડેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટ આપી હતી, જ્યારે પીએમ મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ અને ફર્સ્ટ લેડીને ભારત તરફથી ખૂબ જ ખાસ ભેટ આપી હતી. પીએમ મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેનને સહસ્ત્ર ચંદ્ર દર્શનની ખાસ ભેટ આપી હતી.
પીએમ મોદીએ જો બિડેનને અંગ્રેજી કવિ ડબલ્યુબી યેટ્સના અનુવાદ પુસ્તકની પ્રથમ આવૃત્તિ અર્પણ કરી. આ સિવાય પીએમ મોદીએ બીજી ગિફ્ટ પણ આપી, જે ખૂબ જ ખાસ હતી અને યુએસ પ્રેસિડેન્ટ જો બિડેનની ઉંમર સાથે ખાસ કનેક્શન હતી. જો બિડેન 80 વર્ષના છે. આવી સ્થિતિમાં પીએમ મોદીએ તેમને સહસ્ત્ર ચંદ્ર દર્શન સંબંધિત ભેટ આપી. જ્યારે કોઈ વ્યક્તિ 1000 પૂર્ણ ચંદ્રોદય જુએ છે, તેને સહસ્ત્ર ચંદ્ર દર્શન કહેવામાં આવે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ચંદનના બોક્સમાં દસ વસ્તુઓ આપી છે, જેનો ઉપયોગ સહસ્ત્ર ચંદ્ર દર્શનમની પૂજામાં થાય છે, આ બધી ભેટો મૈસૂરથી લાવવામાં આવેલી ચંદનના લાકડાના બોક્સમાં છે. અંદર 10 નાના ચાંદીના બોક્સ છે. આ ઉપરાંત ભગવાન ગણેશની મૂર્તિ અને દીવો પણ ભેટમાં આપવામાં આવ્યો છે.
સહસ્ત્ર ચંદ્ર દર્શનમ એટલે 1000 પૂર્ણ ચંદ્રોદય જોવો થાય છે. જ્યારે વ્યક્તિ 1000 પૂર્ણ ચંદ્ર જુએ છે ત્યારે સામાન્ય રીતે સતભિષેકમ કરવામાં આવે છે. આ 80 વર્ષ અને 8 મહિના પછી થાય છે. દર વર્ષે 12 પૂર્ણ ચંદ્રોદય હોય છે, તેથી 80 વર્ષમાં કોઈ 960 પૂર્ણ ચંદ્ર જોઈ શકે છે. પરંતુ દર 5 વર્ષે 2 વધારાના પૂર્ણ ચંદ્ર હોય છે, જેને તેઓ બ્લુ મૂન કહે છે, આ રીતે 80 વર્ષની ઉંમરે વ્યક્તિ કુલ 992 પૂર્ણ ચંદ્રો જુએ છે અને જો તે 8 મહિનામાં 8 પૂર્ણ ચંદ્ર જુએ છે, આમ જે તે વ્યક્તિ 1000 પૂર્ણ ચંદ્રોદય જોવે છે. અમેરિકાના પ્રમુખ જો બિડેનનો જન્મ 20 નવેમ્બર 1942ના રોજ થયો હતો. આ હિસાબે તે 80 વર્ષ અને 7 મહિનાના થઈ ગયા છે. આવતા મહિને 20 જુલાઈ સુધી, તે 1000 પૂર્ણ ચંદ્રોદય જોશે.
- જો બાઈડેનને આપવામાં આવેલા કંચનના બોક્સમાં શું અપાયું ?
હિન્દુ સંસ્કૃતિ અનુસાર સહસ્ત્ર પૂર્ણ ચંદ્રોદય પ્રસંગ્રે દસ વસ્તુઓનું દાન આપવાની પરંપરા છે. જેમાં ગૌદાન, ભૂદાન, તલદાન, સોનાનુ દાન, અજયદાન (ધી), ધાન્યદાન, વસ્ત્રદાન, ગુડદાન, ચાંદીનું દાન, લવણ (મીઠુ) દાન આપવામાં આપવામાં આવે છે. કર્ણાટકના ચંદનના લાકડા ઉપર રાજસ્થાનના જયપુરના શિલ્પકારે હાથથી કોતરણી કરીને બનાવાયું છે. જો બિડેનને આપવામાં આવેલા ચંદનના બોક્સમાં ગણેશજીની ચાંદીની મૂર્તિ અને દીવાની સાથે ચાંદીનું નારિયળ, પંજાબમાં તૈયાર કરેલુ ધી, મહારાષ્ટ્રનો ગોળ, ચાંદીનો સિક્કો, સોનાનો સિકકો, ઉત્તરાખંડનો લાંબા અનાજના ચોખા, તમિલનાડુના તલ વગેરેનો સમાવેશ થાય છે. ગૌદાનના બદલે ચાંદીનું નારિયળ અને ભૂદાન માટે કર્ણાટકના ચંદનનું બોક્સ આપવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. ઉત્તર પ્રદેશમાં ઉત્પાદિત કોપર પ્લેટ, જેને તમરા-પત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. તેના પર એક શ્લોક લખાયેલો છે. તાંબાની પ્લેટનો પ્રાચીન સમયમાં લેખન અને રેકોર્ડ રાખવાના માધ્યમ તરીકે વ્યાપકપણે ઉપયોગ થતો હતો.