ટામેટાનો સ્વાદ થયો વધુ ખાટ્ટો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું – અનેક શહેરોમાં 100 રુપિયાને પાર પહોંચ્યા પ્રતિ કિલોના ભાવ
- ટામેટાના ભાવ આસમાને પહોંચ્યા
- દેશના અનેક શહેરોમાં 100ને પાર કિલો દિઠ ભાવ
દિલ્હીઃ- દેશભરના લગભગ 80 ટકા વિસ્તારોમાં ચોમાસું બેસી ચૂક્યું છે ત્યારે ગૃહિણીના બજેટ પર મોટો ભાર પડ્યો છે.રોજીંદા શાકભાજી કે કઠોળમાં નાખવામાં આવતા ટામેટાનો સ્વાદ બગડ્યો છે કારણ કે ટામેટાના ભાવ હવે સાતમાં આસમાને પહોંચ્યા છે.જો કે ટામેટા સહીત લીલા મરચા ,આદુ જેવા શાકભઆજી પણ ઘણા મોંધા થયા છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે દેશના જૂદા જૂદા રાજ્યોના અનેક મહાનગરોમાં ટામેટા પ્રતિ કિલો દિઠ 100 રુપિયાને પાર વેચાઈ રહ્યા છે જેને લઈને ગૃહિણીઓ ટેન્શનમાં છે,ટામેટાના ભાવ વધતા સામાન્ય નાગરિકો માટે હાલાકી ઊભી થઈ છે.ચોમાસાના આરંભે જ વરસાદના કારણે અનેક શાકભાજી મોંધા થયા છે.
કમોસમી વરસાદ વાવાઝોડાના કારણે ટામેટાના પાકને મોટુ નુકશાન થયું છે. બાયપરજોયની અસરથી ભારતના અગ્રણી ટામેટા ઉત્પાદક રાજ્યો ગુજરાત અને મહારાષ્ટ્રમાં ટામેટાંના ઉત્પાદન પર પણ અસર પડી છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ટામેટાના ઉત્પાદનમાં પણ ઘટાડો થયો છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે કમોસમી વરસાદને કારણે ટામેટાંના ભાવ એટલા વધી ગયા છે કે ગરિબીની રેખા નીચે જીવી રહેલા લોકો માટે ટામેટા માત્ર હવે જોવા માટે રહ્યા છે. ટામેટાના ભાવમાં અચાનક વધારો થવાથી, લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ટામેટાની સાથે સાથે મરચા અને આદુના ભાવ પણ આસમાને છે.
જાણકારી અનુસાર લીલા મરચા 100 રૂપિયા પ્રતિ કિલો અને આદુ 200 થી 250 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળી રહ્યા છે.માર્કેટમાં વેચાણ કરતા લોકોનું કહેવું છે કે વરસાદના કારણે આ ભાવ વધ્યા છે.