હવે અમેરિકાના H-1B વિઝા ધરાવતા લોકો કેનેડામાં પણ કામ કરી શકશે કામ,જાણો શું છે આ નવા નિયમો
- અમેરિકાના H-1B વિઝા ધરાવનારા માટે ખુશીના સમાચાર
- આ લોકો હવે કેનેડામાં પણ કામ કરવાને પાત્ર બન્યા
દિલ્હીઃ- અમેરિકા અને ભારતના સંબંધો વધુને વધુ ગાઢ બનતા આપણે જોઈ શકીએ છીએ ખઆસ કરીને પીએમ મોદીના અથાગ પ્રયત્નો અને મહેનતથી અમેરિકા સાથેની આપણી મિત્રતા વધી છે સાથે જ પીેમ મોદીની યુએસની મુલાકાત ભારતના લોકો માટે ખૂબ જ ફાયદાકારક અને દેશમાટે પણ હિતકારક સાબિત થતી જોવા મળી રહી છે.
ત્યારે હવે અમેરિકાના એચ 1 બી વિઝા ધારકો માટે વધુ એક સારા સમાચાર મળી રહ્યા છે જાણકારી અનુસાર હવે કેનેડાએ પણ આ શ્રેણીમાં ખૂબ જ મહત્વની જાહેરાત કરી છે જે ભારતીયોના હિતમાં છે.જે મુજબ કેનેડાના ઇમિગ્રેશન પ્રધાન સીન ફ્રેઝરે મંગળવારે જાહેરાત કરી હતી કે સરકાર 10,000 યુએસ H-1B વિઝા ધારકોને દેશમાં આવીને કામ કરવાની મંજૂરી આપવા માટે એક ઓપન વર્ક-પરમિટ સ્ટ્રીમ બનાવશે. આ એક નવી વર્ક પરમિટ હશે જે કેનેડા સરકાર યુએસમાં H-1B વિઝા ધારકોને આપશે.આ બાબતને લઈને કેનેડાના ઇમિગ્રેશન, રેફ્યુજીસ અને સિટીઝનશિપ મંત્રાલયે એક રીલીઝ બહાર પાડી છે.