કિચન ટિપ્સઃ- હવે ઈન્સ્ટન્ટ નાસ્તો બનાવવો હોય તો જોઈલો આ બેસનના વેજીસ અપ્પમ બનાવાની રીત
સાહિન મુલતાનીઃ-
સામાન્ય રીતે આપણે રવો કે ચોખાના અપ્પમ ખાતા હોય છે પરંતુ આજે બેસનના અપ્પમ બનાવાની રીત જોઈશું જે વેજીસથી ભરપુર હશે અને સવારે ચા સાથે ઓછી મિનિટોમાં અને ઓછી મહેનતમાં તૈયાર પણ થઈ જશે.
સામગ્રી
- 2 કપ – બેસન
- અડધો કપ – જીણા સમારેલા ગાજર
- અડઘો કપ – જીણા સમારેલા કેપ્સિકમ મરચા
- 2 નંગ – જીણી સમારેલી ડુંગળી
- 2 ચમચી – લીલા તીખા મરચા ક્રશ કરેલા
- 2 ચપટી – ભજીયાનો ખારો
- પા ચમચી – અજમો
- અડધી ચમચી – જીરું
- સ્વાદ પ્રમાણે – મીઠૂં
- જરુર પ્રમાણે – હરદળ
બેસન અપ્પમ બનાવાની રીત
સૌ પ્રથમ એક બાઉલ લો તેમાં બેસનનો લોટ ચાળી લો
હવે આ લોટમાં સમારેલા ગાજર ,ડુંગળી,કેપ્સિકમ મરચા ,લીલા મરચા એડ કરીદો
હવે તેમાં મીઠું, ભજીયા ખઆરો, હરદળ, અજમો અને જીરુ નાખીદો
ત્યાર બાદ જરુર પ્રમાણે પાણી નાખીને ઘટ્ટ ખીરુ તૈયાર કરીલો
હવે તેમાં 2 ચમચી તેલ પણ એડ કરીને બરાબર મિક્સ કરીલો
હવે અપર્પમની પ્લેટ લો તેમાં બરાબર તેલ લગાવી દો અને તેમાં આ ખીરુ નાખીને અપ્પમ બન્ને બાજુ પાકી જાય તે રીતે શેકીલો તૈયાર છે બેસનના અપ્પમ
તમે આ અપ્પમ ગ્રીન ચટણી કે ટામેટા કેચઅપ સાથે સર્વ કરી શકો છો.
tags:
kithen tips