મુંબઈ : એક સમયે ક્રિકેટ ઈન્ડસ્ટ્રીમાં રાજ કરનારી ટીમ અત્યારે એવી સ્થિતિમાં આવી ગઈ છે કે જેના વિશે ક્યારેય કોઈએ વિચાર્યું પણ હશે નહી. આ ટીમનું નામ છે વેસ્ટ ઈન્ડિઝ.. હાલમાં જ સ્કોટલેન્ડે ઝિમ્બાબ્વેમાં રમાઈ રહેલી વર્લ્ડકપ ક્વોલિફાયરના સુપર-6 રાઉન્ડની એક મેચમાં બે વખત વર્લ્ડ ચેમ્પિયન રહેલી વેસ્ટ ઈન્ડિઝને 7 વિકેટથી હરાવી દીધી છે. આ હાર સામાન્ય નથી. આ કારણે વેસ્ટ ઈન્ડિઝ વર્લ્ડકપમાં ક્વોલિફાયરની રેસમાંથી બહાર થઈ ગઈ છે. ક્વોલિફાઈ કરી શકે છે અને હવે વેસ્ટ ઈન્ડિઝ ફાઈનલમાં નહીં પહોંચી શકે, તે ક્વોલિફાયર રેસમાંથી બહાર થઈ ગઈ છે.
એક સમયે દુનિયાની ક્રિકેટ ટીમોને હંફાવનારી વેસ્ટ ઈન્ડિઝની ટીમને હવે એન્ટ્રી મેળવવા માટે પણ ફાંફા પડી રહ્યા છે. ક્રિકેટ પ્રેમીઓને આશ્ચર્ય થશે કે સતત ત્રણ વર્લ્ડકપ ફાઈનલ રમનારી વેસ્ટ ઈન્ડિઝની ટીમ આ વખતે વર્લ્ડકપમાં રમી શકશે નહીં.આવું પહેલીવાર થઈ રહ્યું છે કે વેસ્ટ ઈન્ડિઝ વગર વર્લ્ડકપ રમાવાનો છે. લિમિટેડ ઓવરમાં વેસ્ટ ઈન્ડિઝના પરફોર્મન્સમાં 2019થી ઘટાડો શરુ થઈ ગયો છે. એ વર્ષે પણ વર્લ્ડકપમાં વેસ્ટ ઈન્ડિઝે ક્વોલિફાયર રાઉન્ડ રમીને એન્ટ્રી કરી હતી. આ સમયે વેસ્ટ ઈન્ડિઝ વરસાદના કારણે બચી ગયું હતું અને કેરેબિયનની ટીમ સ્કોટલેન્ડને હરાવીને આગળ આવી હતી. પરંતુ જો વરસાદ ના થયો હોત તો એ વખતે પણ વેસ્ટ ઈન્ડિઝે વર્લ્ડકપથી વંચિત રહેવું પડ્યું હોત.
ઉલ્લેખનીય છે કે વેસ્ટ ઈન્ડિઝે 2018માં વર્લ્ડકપ ક્વોલિફાયર મેચમાં સ્કોટલેન્ડ સામે રમાયેલી મેચમાં પહેલા બેટિંગ કરીને 48.4 ઓરમાં માત્ર 198 રન બનાવ્યા હતા. ક્રિસ ગેલ તે સમયે નહોતો રમી શક્યો. શાઈ હોપ પણ શૂન્યમાં આઉટ થઈ ગયો હતો. 199 રનનો પીછો કરીને સ્કોટલેન્ડે 5 વિકેટના નુકસાન પર 125 રન બનાવી લીધા હતા. ત્યારે વરસાદ શરુ થયો અને ડકવર્થ લુઈસના નિયમ પ્રમાણે સ્કોટલેન્ડે 35.2 ઓવરમાં 130નો ટાર્ગેટ મળ્યો હતો. એટલે સ્કોટલેન્ડ જીતથી માત્ર 5 રન દૂર હતું પરંતુ આ પછી એક પણ બોલ ફેંકાઈ શક્યો નહીં અને સ્કોટલેન્ડને આગળ વધવા મળ્યું નહોતું.