ગુજરાતમાં મેઘરાજાનું જોર ઘટ્યું, સરેરાશ 32 ટકા જેટલો વરસાદ
અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાના આગમન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. તેમજ દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. દરમિયાન આજે મેઘરાજાએ વિરામ લીધો હતો. વરસાદનું જોર ઘટતા સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની જનતાએ રાહતનો શ્વાસ લીધો છે. રાજ્યમાં અત્યાર સીધીમાં 32 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. કચ્છમાં અત્યાર સુધીમાં સૌથી વધારે 87 ટકા જેટલો વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં 24 કલાકમાં એકથી પાંચ ઈચ જેટલો વરસાદ નોંધાયો હતો. જૂનાગઢના મેંદરડા તાલુકામાં સૌથી વધારે 120 મિમી વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત રાજ્યના 3 તાલુકાઓમાં બે ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત 13 તાલુકામાં 1 ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો. દરમિયાન દરમિયાન ગીર સોમનાથના તાલાલા તાલુકામાં 87 મિ.મી., ભરૂચના વાલિયા તાલુકામાં 65 મિ.મી., જૂનાગઢના માંગરોળ તાલુકામાં 59 મિ.મી. કરતા વધુ વરસાદ નોંધાયો હતો. આમ રાજ્યમાં 24 તાલુકામાં 83 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. આકાશમાંથી કાચુ સોનુ વરસતા ખેડૂતોમાં ખુશી ફેલાઈ છે.
રાજ્યમાં સતત વરસાદને પગલે જળાશયોમાં નવા પાણીની આવક થઈ રહી છે. સરદાર પટેલ સરોવર ડેમમાં અત્યાર સુધીમાં 50 ટકાથી વધારે જળસંગ્રહ થયો છે. જળાશયોમાં 40 ટકાથી પાણીનો સંગ્રહ થયો છે. બીજી તરફ રાજ્યમાં સરેરાશ 32 ટકા જેટલો વરસાદ વરસ્યો છે. કચ્છ ઝોનમાં સૌથી વધુ 87.44 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 46.41 ટકા, ઉત્તર ગુજરાત ઝોનમાં 29.29 ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં 26.09 ટકા, પૂર્વ ગુજરાત ઝોનમાં 20.40 ટકા સીઝનનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો હોવાના અહેવાલ છે.