અમદાવાદઃ ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકેલા વાવાઝોડા બાદ મુન્દ્રા અદાણી પોર્ટ્સે કાર્યક્ષમતામાં નોંધપાત્ર સુધારો કર્યો છે. મુન્દ્રા બંદર ખાતેની કામગીરીમાં નોંધપાત્ર વેગ જોવા મળ્યો છે. પોર્ટની કામગીરીમાં આ નોંધપાત્ર પ્રગતિ કર્મચારીઓની અસાધારણ કાર્યક્ષમતાને આભારી છે. તેમનો જુસ્સો, સમર્પણ અને કુશળતાના પરિણામે પોર્ટની કામગીરી નિર્ધારિત સમય પૂર્વે જ પૂર્ણ થઈ છે.
મુન્દ્રા સ્થિત અદાણી પોર્ટ પર સમર્પિત ટીમે ચક્રવાત બિપરજોયને કારણે સર્જાયેલી પડકારજનક પરિસ્થિતિને સફળતાપૂર્વક પહોંચી વળીને કામગીરી પુનઃસ્થાપિત કરી છે. ચક્રવાતની અસરને પહોંચી વળવામાં વિજયી સફળતા મળી છે. હાલ બંદર પરના તમામ બર્થ પર જહાજો છે, બંદરની કામગીરી પહેલા કરતા પણ વધુ ઝડપથી ચાલી રહી છે. દરિયાઈ ટ્રાફિકનું સમયસર સંચાલન સુનિશ્ચિત કરવા પોર્ટ મેનેજમેન્ટ અથાક મહેનત કરી રહ્યું છે.
APSEZ મુન્દ્રા પોર્ટનો કાર્યક્ષમ પુનઃપ્રારંભ થવાનો શ્રેય પોર્ટના ઓપરેશન સ્ટાફના સમર્પણ અને કુશળતાને આભારી છે. ચક્રવાત દ્વારા ઊભા થયેલા અસંખ્ય પડકારો છતાં સમગ્ર ટીમ જવાબદારીઓ પ્રત્યે પ્રતિબદ્ધ રહી. અતૂટ નિશ્ચય સાથે પોર્ટ ટીમે કાર્યક્ષમતા જાળવી રાખીને કામના ભારણને પહોંચી વળવા અથાક મહેનત કરી રહી છે.
વૈશ્વિક વેપાર અને વાણિજ્યમાં પોતાની આગવી સ્થિતિ અને મહત્વને સમજતાં મુન્દ્રા પોર્ટ હંમેશા સતર્ક રહે છે. તે જહાજો અને કાર્ગોને ઝડપથી હેન્ડલ કરવામાં અનન્ય કુશળતા ધરાવે છે. ઉપલબ્ધ સંસાધનોને અસરકારક રીતે ઑપ્ટિમાઇઝ કરીને પોર્ટ તેના હિતધારકોને અસાધારણ સેવા પૂરી પાડવાનો સતત પ્રયત્ન કરે છે.
મુન્દ્રા પોર્ટ પર કામગીરીની સફળતાપૂર્વક પુનઃ શરૂઆત દેશના આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા માટે તૈયાર છે. વિનાશક ચક્રવાત છતાં કામગીરી હાથ ધરી મુન્દ્રા પોર્ટે વેપાર અને વાણિજ્ય ક્ષેત્રે તેની પ્રતિબદ્ધતા દર્શાવી છે. આયાત-નિકાસ પ્રવૃત્તિઓના મુખ્ય કેન્દ્ર તરીકે મુન્દ્રા આંતરરાષ્ટ્રીય વેપારને વેગ આપે છે, જે દેશના આર્થિક વિકાસ અને સમૃદ્ધિમાં સિંહફાળો આપે છે.
મુન્દ્રા પોર્ટના કાર્યક્ષમ સંચાલન દ્વારા તે વૈશ્વિક વેપારના લેન્ડસ્કેપમાં અગ્રણી બંદર તરીકે શ્રેષ્ઠ કામગીરી, સલામતી અને ગ્રાહકોના સંતોષને પ્રાથમિકતા આપવાનું ચાલુ રાખશે.