ગરમીએ તોડ્યા તમામ રેકોર્ડ, અમેરિકાના રિપોર્ટ મુજબ 3 જુલાઈ વિશ્વમાં અત્યાર સુધીનો સૌથી ગરમ દિવસ રહ્યો
દિલ્હીઃ- વિશઅવભરમાં ગરમીનો પારો વર્ષેને વર્ષે વધતો જઈ રહ્યો છે ત્યારે તાજેતરમાં અમેરિકા દ્રારા ગરમીને લઈને એક રિપોર્ટ રજૂ કરાયો છે.જાણકારી પ્રમાણે 3 જુલાઈ વિશઅવભરમાં અત્યારસુધીનો સૌથી ગરમ દિવસ રહ્યો હતો.આબોહવા પરિવર્તનના કારણે તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે.
આ ગરમીને લઈને સમગ્ર વિશ્વ પરેશાન છેયુએસ નેશનલ સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટલ પ્રિડિક્શને ગરમી અંગેનો અહેવાલ બહાર પાડ્યો હતો, જેમાં જણાવ્યું હતું કે 3 જુલાઈ એ વૈશ્વિક સ્તરે અત્યાર સુધીનો સૌથી ગરમ દિવસ હતો. વૈજ્ઞાનિકોએ કહ્યું કે વધતી ગરમી એ લોકો માટે મૃત્યુ સમાન બની છે.
સોમવાર 3 જુલાઈ ઇતિહાસનો સૌથી ગરમ દિવસ રહ્યો છે. અમેરિકાના હવામાન વિભાગે જણાવ્યું છે કે શરૂઆતના આંકડા મુજબ સોમવારે તાપમાન સરેરાશ કરતા 17 ડિગ્રી સેલ્સિયસ વધારે હતું અને આવું પહેલીવાર બન્યું છે.
યુએસ નેશનલ ઓસેનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશનએ 3 જુલાઈના રોજ પૃથ્વીની સપાટી પર સરેરાશ હવાનું તાપમાન 17.01 ડિગ્રી સેલ્સિયસ નોંધ્યું હતું. આ અગાઉનો રેકોર્ડ 16.92 ડિગ્રી સેલ્સિયસ હતો, જે ગયા વર્ષે 24 જુલાઈએ નોંધાયો હતો.
NOAA ના નેશનલ સેન્ટર્સ ફોર એન્વાયર્નમેન્ટલ પ્રિડિક્શન દ્વારા 1979 થી રેકોર્ડ કરાયેલ તાપમાન ડેટા આ રેકોર્ડને સમર્થન આપે છે.વિશ્વનું સરેરાશ હવાનું તાપમાન વર્ષના કોઈપણ દિવસે 12 °C થી 17 °C કરતા સહેજ ઓછું હોય છે. 1979 અને 2000 વચ્ચે તેનું સરેરાશ તાપમાન 16.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
જો દક્ષિણ અમેરિકાની વાત કરવામાં આવે તો દક્ષિણ અમેરિકા તાજેતરના અઠવાડિયામાં તીવ્ર ગરમી સામે ઝઝૂમી રહ્યું છે. આ સિવાય ચીનમાં પણ લોકો હીટ વેવનો સામનો કરી રહ્યા છે. અહીં તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસથી ઉપર રહે છે. તે જ સમયે, ઉત્તર આફ્રિકામાં તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસની નજીક નોંધાયું છે. અક તરફ જ્યાં ચોમાસાની સિઝન ચાલી રહી છે ત્યારે હજી પણ લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.