અમરનાથ યાત્રામાં પહેલા 5 દિવસે શ્રદ્ધાળુંઓની સંખ્યાનો નવો રેકોર્ડ, 67 હજારથી વધુ લોકો બાબા બર્ફાની કર્યા દર્શન
શ્રીનગર – 1લી જુલાઈના રોજથી અમરનાથ યાત્રાનો આરંભ થયો હતો પ્રથમ દિવસે 7 હજારથી વધુ યાત્રીઓ દર્શન માટે પહોંચ્યા હતા ત્યારે હવે યાત્રાના 5 દિવસમાં શ્રદ્ધાળુઓની સંખ્યાએ નવો રેકોર્ડ બનાવ્યો છે.
ત્યારે હવે યાત્રાના 5 દિવસ બાદ 67 હજારથી વધુ શિવ ભક્તોએ બાબા બર્ફઆનીના દર્શન કર્યા હોવાનો નવો રેકોર્ડ નોંધાયો છે.ચોક્કસ જાણકારી અનુસા 1 જુલાઈથી યાત્રા શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં કુલ 67 હજાર 566 શ્રદ્ધાળુઓ અહી દર્શન કર્યા .
વિતેલા દિવસને બુધવારે, બાલટાલ અને નુનવાન બેઝ કેમ્પ બંનેમાંથી 18 હજાર 354 શ્રદ્ધાળુઓ અમરનાથ ગુફામાં બાબાબર્ફઆનીના દર્શન કરવા માટે રવાના થયા હતા. એજેમાં 12 હજારથી વધુ પુરુષો અને 5 હજારથી વધુ મહિલાઓનો સમાવેશ થાય છે તો 400થી વધુ બાળકોએ પણ બાબાના દર્શનો લ્હાવો લીધો છે.સંત સાઘુઓની સંખ્યા 250થી વધુ નોંધાઈ હતી.
હજી અમનનાથ યાત્રાના ઘણા દિવસો બાકી છે ત્યાર સુધીમાં લાખઓ ભક્તો અહી પહોંચવાની શક્યતાઓ સેવાઈ રહી છે.આગામી દિવસોમાં વધુ શ્રદ્ધાળુઓ મંદિરની મુલાકાત લેશે.”આ સહીત યાત્રાળુઓને તેમની સમગ્ર યાત્રા દરમિયાન તમામ જરૂરી વસ્તુઓ અને સુવિધાઓ પૂરી પાડીને રાજ્ય એજન્સીઓ અને નાગરિક વિભાગો દ્વારા મદદ કરવામાં આવી રહી છે.આ સાથે જ યાત્રીઓની સુરક્ષાને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે અમરનાથ ગુફા સુધી પહોંચવાના માર્ગો પર તમામ સુવિધાઓ અને સુરક્ષાઓ જોવા મળી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અહીની સુરક્ષામાં “પોલીસ, SDRF, આર્મી, અર્ધલશ્કરી, આરોગ્ય, PDD, PHE, ULB, માહિતી, શ્રમ, અગ્નિશમન અને કટોકટી, શિક્ષણ અને પશુપાલન સહિતના તમામ વિભાગોએ તેમના કર્મચારીઓને તૈનાત કરાયા છે.આ સહીત યાત્રીઓને તકલીફ પડે તો આરોગ્ય સુવિધાઓ પણ સજ્જ કરાઈ છે.અનેક શીબીરીનો પણ બનાવાયા છે ઉલ્લેખનીય છએ કે આ વખતે યાત્રા 62 દિવસની છે જે ઓગસ્ટની 31 તારીખે પૂર્ણ થવાની છે ત્યાર સુધી હજી અનેક ભક્તો અહીં દર્શનમાટે આવશે.