આ રાજ્યમાં હવે પાર્ટી કરવું પણ મોંધુ પડશે – ટામેટા બાદ હવે દારુ થશે મોંધો, કિમંતોમાં 20 ટકાનો કરાશે વધારો
બેંગલુરુઃ- દેશભરમાં મોંધવારી જોવા મળી રહી છે છેલ્લા કેટલાક દિવસોથી ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે ટામેટાનો ભાવ આસમાને પહોચ્યો છે ત્યારે કરણાટકમાં તો હવે પાર્ટી કરવી પણ મોંઘી બની છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે કર્ણાટક વિધાનસભામાં શુક્રવારે રજૂ કરવામાં આવેલા નાણાકીય વર્ષ 2023-24ના બજેટમાં દારૂ અને બિયર પર એક્સાઈઝ ડ્યૂટી વધારવાની જાહેરાતથી આ ઉત્પાદનોને મોંઘા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ સહીત રાજ્ય વિધાનસભામાં તેમની સરકારનું બજેટ રજૂ કરતા મુખ્યમંત્રી એ એમ પણ કહ્યું કે ભારતમાં બનેલા વિદેશી દારૂ પરની ડ્યૂટી 20 ટકા સુધી વધારવામાં આવી રહી છે. આ ફી વધારો તમામ 18 સ્લેબ પર લાગુ થશે.
ફાઇનાન્સ પોર્ટફોલિયો ધરાવતા સિદ્ધારમૈયાએ પણ તેમના બજેટ ભાષણમાં બિયર પરની ડ્યૂટી 175 ટકાથી વધારીને 185 ટકા કરવાની જાહેરાત કરી હતી.ભારતીય નિર્મિત વિદેશી દારૂ ) પર વધારાની આબકારી જકાત (AED)માં 20 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે બીયરના કિસ્સામાં AED 175 ટકાથી વધારીને 185 ટકા કરવામાં આવી રહ્યો છે. મુખ્યમંત્રીએ એક્સાઇઝના તમામ 18 સ્લેબ પર 20 ટકા ટેક્સ લાદ્યો છે.