1. Home
  2. ગુજરાતી
  3. અમરનાથ યાત્રા પર આતંકી હુમલાનો નિષ્ફળ પ્રયાસ , સેનાએ એક આતંકીને ઠાર કર્યો
અમરનાથ યાત્રા પર આતંકી હુમલાનો નિષ્ફળ પ્રયાસ , સેનાએ એક આતંકીને ઠાર કર્યો

અમરનાથ યાત્રા પર આતંકી હુમલાનો નિષ્ફળ પ્રયાસ , સેનાએ એક આતંકીને ઠાર કર્યો

0
Social Share

શ્રીનગરઃ- 1 લી જુલાઈના રોજથી થી અમરનાથયાત્રાનો આરંભ થયા હતો યાત્રાને ધ્યાનમાં રાખીને અગાઉથી જ કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો હતો દરવર્ષની સરખામણીમાં આ વખતે સુરક્ષા પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું જેને લઈને કોઈ આતંકી ઘટનાને અંજામ ન આપી શકે ત્યારે અમરનાથ યાત્રા પર કાયમ આતંકીઓની નજર હોય છે જો કે આ વખતે સેનાએ આતંકીઓના પ્રયત્નને નિષ્ફળ બનાવ્યો હતો.

પ્રાપ્ત વિગત પ્રમાણે  અમરનાથ યાત્રામાં ખલેલ પહોંચાડવાના આતંકવાદીઓના વધુ એક કાવતરાને સુરક્ષા દળોએ સોમવારે નિષ્ફળ બનાવ્યો હતો. પાકિસ્તાનથી આતંકીઓની ઘૂસણખોરીનો આ પ્રયાસ નૌશેરાના ઝંગડ સેક્ટરમાં થયો છે. આ સેક્ટરમાં સોમવારે સવારે ત્રણથી ચાર આતંકવાદીઓના એક જૂથે ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો.

આ બાબતે સૈન્યના જવાનોને આ જૂથની ગતિવિધિઓ પહેલાથી જ ખબર પડી ગઈ હતી. આતંકવાદીઓએ ભારતીય ક્ષેત્રમાં પગ મૂકવાની કોશિશ કરતા જ સેનાના જવાનોએ તેમને પડકાર ફેંક્યો અને હથિયારો નીચે મૂકવા કહ્યું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code