સતત ચોથા દિવસે અમરનાથ યાત્રા સ્થગિત, 15 હજારથી વધુ યાત્રીઓ ખરાબ હવામાનને કારણે ફસાયા
શ્રીનગરઃ- 1 લી જુલાઈના રોજથી અમરનાથ યાત્રાનો આરંભ થયો હતો શરુાતના દિવસોમાં યાત્રીઓ દર્શન કરવા સારી રીતે પહોંચી રહ્યા હતા જો કે યાત્રાના થોડા દિવસોમાં જ હવામાનની સ્થિતિ બદલાતા યાત્રીઓએ હાલાકિ ભોગવવાનો વારો આવ્યો હતો આજરોજ મંગળવારને 11 જુલાઈએ પણ સતત ચોથા દિવસે ખરાબ વાતાવરણ અને વરસાદને કારણે અમરનાથ યાત્રા સ્થગિત કરાઈ છે.
જાણકારી અનુસાર જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે બંધ થવાને કારણે રામબન વિભાગને વ્યાપક નુકસાન થવાને કારણે મંગળવારે પણ અમરનાથ યાત્રા સ્થગિત કરવામાં આવી હતી, જેના કારણે જમ્મુ અને અન્ય સ્થળોએ 15શ્રદ્ધાળુઓ ફસાયા હોવાની માહિતી સામે આવી રહી છે.
યાત્રા સ્થગિત હોવા છતાં, યાત્રાળુઓ અમરનાથ ગુફાના મંદિરની મુલાકાત લેવા માટે હાલ પણ ુત્સાહિત જોવા મળી રહ્યા છે, અનેક ભોલે ભક્રાતો અહી રાહ જોઈ રહ્યા છે કે રસ્તો સાફ થાય અને તેઓ બાબા બર્ફાનીની ગુફા સુધી પહોંચી શકે.
જો કે માહિતી પ્રમાણે “જમ્મુથી યાત્રા હજુ સુધી ફરી શરૂ થઈ નથી. હાઈવે બંધ થવાને કારણે તે હજુ પણ સ્થગિત છે. મંગળવારે જમ્મુ બેઝ કેમ્પથી કોઈ નવી બેચને કાશ્મીર તરફ જવાની મંજૂરી આપવામાં આવી નથી.હાલ વાતાવરણ પણ ખરાબ છે જેને લઈને રસ્તાઓ અવરોધિત બન્યા છે.
વિતેલી રાતે ટ્રાફિકને લઈને એક માર્ગર્શિકા પણ જારી કરાઈ હતી ટ્રાફિક સત્તાવાળાઓએ સોમવારે રાત્રે એક એડવાઈઝરી જારી કરીને જણાવ્યું હતું કે સમગ્ર દિવસ દરમિયાન વહીવટીતંત્ર અને ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણના સામૂહિક પ્રયાસોથી રસ્તાની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે. જો કે, સંપૂર્ણ પુનઃસ્થાપનમાં થોડો વધુ સમય લાગવાની અપેક્ષા છે. જેને લઈને આજરોજ મંગળવારે પણ રસ્તાઓ ખુલ્લા થયા નથી.જો સ્થિતિ સામાન્ય જણાશે તો યાત્રીઓને રવાના કરવામાં આવશે બાકી હજી પણ લાંબી રાહ જોવી પડશે.