અમદાવાદઃ રાજ્યમાં 24 કલાકમાં સરેરાશ એક ઇંચથી વધુથી વરસાદ વરસ્યો હતો. સાંબરકાંઠાના ઇડરમાં સૌથી વધુ 6 ઇંચ વરસાદ તથા રાજ્યના 6 તાલુકાઓમાં 4 ઇંચથી વધુ વરસાદ સહિત રાજ્યના અન્ય 147 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજ સુધીમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ 122 ટકા, સૌરાષ્ટ્રમાં 65 ટકા, ઉત્તર ગુજરાતમાં 51 ટકા, દક્ષિણ ગુજરાતમાં 35 ટકા, પૂર્વ ગુજરાતમાં 34 ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ વરસ્યો હતો.
સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકામાં 139 મિ.મી., મોડાસામાં 135 મિ.મી., લુણાવાડામાં 129 મિ.મી., વીરપુરમાં 127 મિ.મી., સંતરામપુરમાં 122 મિ.મી. આમ કુલ 6 તાલુકાઓમાં 5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. જયારે ઉપલેટા તાલુકામાં 118 મિ.મી., ધનસુરામાં 116 મિ.મી., વિસાવદરમાં 108 મિ.મી., દાંતામાં 104 મિ.મી., વિસનગરમાં 102 મિ.મી., ડોલવણમાં 101 આમ કુલ 12 તાલુકાઓમાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
જયારે વિજાપુર અને પ્રાંતિજ તાલુકામાં 99 મિ.મી., ખેરાલુમાં 98 મિ.મી., વઘઈમાં 90 મિ.મી., ઉમરપાડા અને હિંમતનગરમાં 87 મિ.મી., ચીખલી અને બાયડમાં 85 મિ.મી., માળીયાહાટીનામાં 84 મિ.મી., માલપુરમાં 82 મિ.મી., વાંસદામાં 76 મિ.મી., ખેરગામમાં 74 મિ.મી. આમ કુલ 24 તાલુકાઓમાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત સંખેડામાં 70 મિ.મી., ગણદેવીમાં 68 મિ.મી., કેશોદમાં 67 મિ.મી., ઊંઝામાં 66 મિ.મી., શહેરામાં 65 મિ.મી., જાંબુઘોડામાં 61 મિ.મી., ડાંગ (આહવા) અને કડાણામાં 60 મિ.મી., મેંદરડામાં 59 મિ.મી., મેઘરજ અને ખેડબ્રહ્મામાં 57 મિ.મી., નવસારી, સાંજેલી અને વિજયનગરમાં 55 મિ.મી., મહુવામાં 53 મિ.મી., છોટાઉદેપુર, વડનગર અને માણસામાં 52 મિ.મી., ખાનપુર અને ક્વાંટમાં 51 મિ.મી., જ્યારે નડિયાદ અને જેતપુર પાવીમાં 50 મિ.મી., એટલે કે, કુલ 46 તાલુકાઓમાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યના 147 જેટલા તાલુકાઓમાં બે ઈંચથી ઓછો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.