અયોધ્યામાં રામ મંદિરની સુંદરતા ઓર વધશે – મંદિર સુધીના 17 કિ.મી લાંબા માર્ગ પર 25 રામ પિલ્લર બનાવવામાં આવશે
અયોધ્યાઃ- રામ મંદિરને લઈને લાખો શ્રદ્ધાળુઓ રાહ જોઈ રહ્યા છે ત્યારે મંદરનું નિર્માણ 2024 ના પ્રથમ મહિનામાં પૂર્ણ થવાની આશાો સેવાઈ રહી છે ત્યારે રામ મંદિરની શોભા વધારવા માટે અનેક કારિગીરીઓ કરવામાં આવી રહી છે હવે રામ પિલ્લર રાખવાને લઈને પણ મહત્વની જાણકારી સામે આવી છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે અયોધ્યા ડેવલપમેન્ટ ઓથોરિટી આવતા વર્ષે રામ મંદિરના પૂર્ણાહુતિ પહેલા સાહદતગંજમાં લતા મંગેશકર ચોક અને નયાઘાટ વચ્ચેના 17 કિલોમીટર લાંબા મુખ્ય માર્ગ પર 25 રામ સ્તંભ સ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે.
જો આ સ્તંભો વિશે વાત કરીએ તો 20 ફૂટ ઊંચા હશે અને તેનો ઘેરાવો 5 ફૂટનો હશે. આ માટે 2.10 કરોડનું બજેટ રાખવામાં આવ્યું છે. ઓથોરિટી દ્વારા ડિઝાઇન તત્વોને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે અને એવી એજન્સીની ઓળખ કરવામાં આવી રહી છે જે આવા પ્રોજેક્ટ હાથ ધરવા માટે કુશળતા ધરાવે છે
આ સહીત ફાઇબર પેનલથી બનેલા થાંભલાઓને સ્ટેનલેસ સ્ટીલથી મજબૂત બનાવવામાં આવશે. સુવિધાને પ્રકાશિત કરવા માટે ટોચ પર 10 એમએમ કાચની લાઈટ લગાવવામાં આવશે. થાંભલાઓની ટોચ પર એક ચક્ર પણ હશે જે સૂર્યની ઊર્જાની નકલ કરવા માટે રચાયેલ છે.
આ સાથે જ માહિતી આપવામાં આવી છે કે આ રામ સ્તંભો પર કોતરણીવાળી ડિઝાઇન હશે જે દેશભરના લોકપ્રિય મંદિરોની દિવાલો પર જોવા મળે છે. આ શિલ્પો ઐતિહાસિક સીમાચિહ્નો તરીકે સેવા આપશે જે શહેરના સમૃદ્ધ સાંસ્કૃતિક, આધ્યાત્મિક અને ઐતિહાસિક વારસાના સારને પ્રતિબિંબિત કરતી જોવા મળશે.
આ સહીત આ બબાતે ઓથોરિટીએ નવનિર્માણ માટે રામ પથ 13 કિલો મીટર અને ધરમ પથ 4 કિલી મીટરનો માર્ગ પસંદ કર્યો છે. આ મુખ્ય માર્ગ હશે જે લખનૌ-અયોધ્યા નેશનલ હાઈવેને રામમંદિર સાથે જોડશે.