પીએમ મોદીની અમેરિકાની મુલાકાત ફળી – યુએસ એ 105 પ્રાચની ભારતીય કલાકૃતિઓ ભારતને પરત સોંપી
દિલ્હીઃ- પીએમ મોદી જ્યારથી દેશની સત્તામાં આવ્યા છે ત્યારથી વિશ્વભરમાં ભારતનું સ્થાન ઊંચુ બન્યું છે વિશઅવભરમાં હવે ભારતની ગણના થઈ રહી છે ખાસ કરીને જો વિશ્વની મહાસત્તા અમેરિકાની વાત કરીએ તો અમેરિકા સાથે ભારતના ગાઢ સંબંઘો બન્યા છે જેને લઈને બન્ને દેશોના નેતાઓ અવાન નવાર એકબીજાના દેશની મુલાકાતે આવતા રહેતા હોય છે તાજેતરમાં જ પીએમ મોદી અમેરિકાની મુલાકાતે પહોંચ્યા હતા ત્યારે તેમની આ મુલાકાત ખૂબ જ સફળ સાબતિ થઈ રહી છે.
પ્રાપ્ત જાણકારી પ્રમાણે ભારતનો ઐતિહાસિક કલા કૃતિઓ પણ અમેરિકા ભારતને પરત સોંપી રહી છે. અમેરિકાએ ભારતને 105 પ્રાચીન કલાકૃતિઓ પરત કરી છે. આ કલાકૃતિઓનું ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે પીએમ મોદીની પહેલ પર અમેરિકાએ 2016થી અત્યાર સુધીમાં કુલ 278 કલાકૃતિઓ ભારતને સોંપી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જૂનમાં યુએસની ઐતિહાસિક રાજ્ય મુલાકાતના પરિણામે સોમવારે ન્યુયોર્કમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસમાં યુએસ પક્ષ દ્વારા 105 દાણચોરી કરાયેલ પ્રાચીન વસ્તુઓ સોંપવામાં આવી હતી. આ 105 કૃતિમાંથી 47 કલાકૃતિઓ પૂર્વ ભારતની, 27 દક્ષિણ ભારતની, 22 મધ્ય ભારતની, 6 ઉત્તર ભારતની અને 3 પશ્ચિમ ભારતની છે.
એટલું જ નહી આ પ્રસંગે પ્રત્યાર્પણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બોલતા, યુ.એસ.માં ભારતના રાજદૂત, તરનજિત સિંહ સંધુએ યુએસ પક્ષનો, ખાસ કરીને મેનહટન ડિસ્ટ્રિક્ટ એટર્ની, એલ્વિન બ્રેગ અને તેમના એન્ટિ-સ્મગલિંગ યુનિટ અને હોમલેન્ડ સિક્યુરિટી ઇન્વેસ્ટિગેટિવ ટીમનો તેમના સહયોગ અને સમર્થન માટે આભાર પણ જતાવ્યો હતો. તથા જણાવ્યું હતું કે ભારતના લોકો માટે આ માત્ર કલાના નમુનાઓ નથી પરંતુ તેમના જીવંત વારસા અને સંસ્કૃતિનો એક ભાગ છે.
આ સહીત જણાવવામાં આવ્યું છે કે પ્રાચીન વસ્તુઓ ટૂંક સમયમાં ભારતમાં લાવવામાં આવશે. પ્રત્યાવર્તન સમારોહમાં મેનહટન ડિસ્ટ્રિક્ટ એટર્ની ઓફિસ અને હોમલેન્ડ સિક્યુરિટી તપાસ ટીમના વરિષ્ઠ અધિકારીઓએ હાજરી આપી હતી. રાજ્યની મુલાકાત દરમિયાન, ભારત અને યુએસ સાંસ્કૃતિક સંપત્તિ કરાર પર કામ કરવા સંમત થયા છે જે સાંસ્કૃતિક કલાકૃતિઓની ગેરકાયદેસર હેરફેરને રોકવામાં મદદ કરે છે.